Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

અંકલેશ્વરનાં પીરામણમાંથી બકરાની ચોરી કરતા બે આરોપીઓ નડિયાદથી ઝડપાયા

પોલીસ દ્વારા સ્વીફ્ટ કાર સાથે બન્ને નો કબ્જે મેળવી રિમાન્ડની તજવીજ

અંકલેશ્વરનાં પીરામણમાંથી બકરાની ચોરી કરતા બે શખ્શો નડિયાદથી ઝડપાયા છે. હેપ્પી નગરમાંથી બકરા ચોરીની ઘટના બની હતી અને તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયાં હતાં.

  અંકલેશ્વરના પીરામણ ગામની હેપ્પી નગરમાં 6 જેટલા બકરા ની ચોરીમાં નડિયાદ પોલીસે સ્વીફ્ટ કાર સાથે બે શખ્શોની અટકાયત કરી અંકલેશ્વર શહેર પોલીસને હવાલે કર્યા છે

  તારીખ 1 ઓકટોબર નાં રોજ ધોળે દિવસે બકરા ચોરવાની ઘટના બની હતી. ગામનાં સીસીટીવી ફૂટેજ ની તપાસ કરવામાં આવતા આખી ઘટના પ્રકાશમાં આવી હતીઅને બકરા ચોરો સ્વીફ્ટ કાર જીજે 6 એફસી 5019માં 4 બકરી અને 2 બકરા ઉઠાવીને ફરાર થઇ ગયા હોવાની વિગતો સપાટી પર આવી હતી. તપાસ દરમિયાન કાર માલિકે નડિયાદ પોલીસને જાણ કરતા નડિયાદ પોલીસે નડીયાદ ખાતે રહેતા મહમદ ઇકબાલ મહમદ હુશેન અને વિનોદ મનુ તળપદા ની અટકાયત કરી અંકલેશ્વર શહેર પોલીસ ને જાણ કરતા શહેર પોલીસે સ્વીફ્ટ કાર સાથે બન્ને નો કબ્જે મેળવી રિમાન્ડ ની તજવીજ હાથ ધરી છે.

(9:34 pm IST)