Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

ગૌરી તિસ્વા બ્રાન્ડ સિગ્નેચર કલેકશન ઓફર કરવા તૈયાર

તિસ્વાનો લાઇટીંગ સ્ટુડિયો લોન્ચ કરાયોઃ કસ્ટમાઈઝ્ડ એક્સપીરિન્શિયલ ઝોન અને નિષ્ણાત પાસે લાઈટિંગ કન્સલ્ટન્સી સેવાઓ માટે તિસ્વાની ઓફર થઈ

અમદાવાદ, તા.૨૦ : ઉષા ઈન્ટરનેશનલ લિમિટેડની અવ્વલ હોમ ડેકોરેટિવ લાઈટિંગ બ્રાન્ડ તિસ્વા દ્વારા અમદાવાદમાં તેનો લાઈટિંગ સ્ટુડિયો આજે લોન્ચ કરવામાં આવ્યો હતો. એસ. જી. રોડના અપમાર્કેટ ઝોડિયાક સ્ક્વેરમાં સ્થિત તિસ્વા સ્ટુડિયો દરેક ગ્રાહકોની વ્યક્તિગત રુચિ અનુસાર અજોડ અને નવા પ્રવાહનાં ડિઝાઈનર લાઈટિંગ નિવારણો પ્રદાન કરે છે. સ્ટુડિયો તિસ્વા માટે ખાસ નામાંકિત સેલિબ્રિટી ઈન્ટીરિયર ડિઝાઈનર દ્વારા તૈયાર કરવામાં આવેલી ડિઝાઈનર ઈટાલિયન અને સ્પેનિશ લાઈટ્સનું ફિલ્મસ્ટાર શાહરૂખખાનની પત્ની ગૌરી ખાન સિગ્નેચર કલેકશન પણ ઓફર કરશે. આ અવસરે બોલતાં ઉષા ઈન્ટરનેશનલના લાઈટિંગ અને પ્રીમિયમ ફેન્સના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ વિકાસ ગાંધીએ જણાવ્યું હતું કે તિસ્વા માટે આ સિદ્ધિરૂપ અવસર છે અને અમદાવાદમાં આવી શક્યા તે બદલ અમને ગૌરવની લાગણી થાય છે. આજના આધુનિક અને ઝડપથી વિકસતા યુગમાં હવે હોમ ડેકોરેટિવ લાઇટીંગનું માર્કેટ અને આકર્ષણ વધ્યા છે. તિસ્વા આ માટે દરેક વર્ગના ગ્રાહકોને ઉત્કૃષ્ટ સેવા અને ઓફર આપવા સજ્જ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત અમારે માટે અગ્રતાની બજાર છે અને અહીંના ગ્રાહકો અજોડ સ્ટાઈલ સ્ટેટમેન્ટ કરવામાં તેમને મદદરૂપ થવી સરાહનીય ખાસ લક્ઝરી વસાવવામાં વિશ્વાસ રાખતા હોવાથી આ બજારનું મહત્ત્વ વધી રહ્યું છે. આ જરૂરતોને પહોંચી વળવા માટે તિસ્વા સ્ટુડિયો અહીં કસ્ટમાઈઝ્ડ એક્સપીરિન્શિયલ ઝોન અને નિષ્ણાત પાસેથી લાઈટિંગ કન્સલ્ટન્સી સેવાઓ પણ લાવી છે, જેથી અમારા દરેક ગ્રાહકો માટે આ અત્યંત અજોડ અનુભવ બની રહેશે. અમને વિશ્વાસ છે કે આ તિસ્વા સ્ટુડિયો આંતરરાષ્ટ્રીય ગુણવત્તા અને સેવાનાં ધોરણોની સમકક્ષ લાઈટિંગ નિવારણો માટે એક છત હેઠળ ખરીદી તરીકે સેવા આપશે. અમદાવાદમાં તિસ્વા ફ્રેન્ચાઈઝના ડાયરેક્ટર સચિન શર્માએ જણાવ્યું હતું કે, તિસ્વા સાથે સંકળાવા બદલ અમને ગૌરવની લાગણી થાય છે. અમને ખાતરી છે કે સુંદર ઘર ચાહતા દરેકને અમારું કલેકશન ગમશે. તિસ્વા લાઈટિંગ સ્ટુડિયોમાં કસ્ટમાઈઝ્ડ એક્સપીરિયન્સ ઝોન છે, જે નવી લાઈટિંગ સંકલ્પનાઓ દર્શાવે છે, જેમ કે, નવા યુગની ડિમેબલ સ્પોટલાઈટ્સ અને ડાઉન લાઈટ્સ અને જાપાની ટેકનોલોજી સાથેની ઈનોવેટિવ એલીશિયન લાઈટ્સ, જે ઉષ્માભર્યા સફેદથી કૂલ ડેલાઈટ સુધીની શ્રેણીની કલર પસંદગીની ચોઈસમાંથી લાઈટ તૈયાર કરે છે. ઉપરાંત ગ્રાહકો તિસ્વાનું નવું રજૂ કરવામાં આવેલું ઓટમ કલેકશન પણ ખરીદી શકે છે. તિસ્વાની પ્રોડક્ટોની વૈવિધ્યપૂર્ણ શ્રેણીમાં એમ્બિયન્ટ લાઈટિંગ કોન્સેપ્ટ્સ, એલઈડી ડિઝાઈનર રેન્જ, શેન્ડેલિયર્સ, ટેબલ અને ફ્લોર લેમ્પ્સ, વોલ લાઈટ્સ, પેન્ડન્ટ્સ, ડિઝાઈનર સ્પોટલાઈટ્સ અને યુટિલિટી લાઈટિંગ પ્રોડક્ટસનો સમાવેશ થાય છે. તિસ્વાનું સુંદર હસ્ત કળાકારીગરી કરેલા એસફોર ઈજિપ્શિયન ક્રિસ્ટલ અને મુરાનો ગ્લાસ લુમિનેર્સનું કલેકશન સ્ટોરમાં વધારાનું આકર્ષણ રહેશે. આ રેન્જમાં દરેક ડિઝાઈન માસ્ટરપીસ છે, જે ટેકનોલોજી સાથે પરંપરાને જોડીને સુંદર અને ઉચ્ચ ઊર્જા કાર્યક્ષમ પ્રોડક્ટ બનાવે છે. તિસ્વા વિશે તિસ્વ એ ત્વિસા (લાઈટ) અને તત્ત્વ (એસેન્સ)ની સંકલ્પનાથી પ્રેરિત છે, જે એપ્રિલ ૨૦૧૪માં લોન્ચ કરાયું હતું. નામ મુજબ તિસ્વા સાધારણ લાઈટિંગ સંકલ્પનાઓની પાર જાય છે અને સમકાલીન ઘરોનો દૈદીપ્યમાન બનાવવા માટે પ્રેમથી તૈયાર કરવામાં આવેલા એસ્થેટિક લુમિનેર્સ લાવે છે. તિસ્વા ઉષા ઈન્ટરનેશનલ લિમિટેડના ડાઈવર્સિફાઈડ પોર્ટફોલિયો ઉપરાંત છે. તિસ્વાના ૧૧ ખાસ સ્ટોર્સ ભારતભરમાં છે, જેમાં હૈદરાબાદ, બેન્ગલોર, નવી દિલ્હી, ગાઝિયાબાદ, મુંબઈ, પુણે, બરોડા, ચંડીગઢ, જયપુર, ઈન્દોર અને જાલંધરનો સમાવેશ થાય છે.

(9:50 pm IST)