Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

ચીખલીમાં 376 કરોડના ખર્ચે બનશે સામુહિક આરોગ્ય કેન્દ્ર:ખાતમુહૂર્ત કરાયું

નવસારી :જિલ્લાનાં ચીખલી તાલુકાનું સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ રેફરલ હોસ્પિટલ રૂપિયા 376 કરોડના ખર્ચે બનશે.જેનું ખાતમુર્હત ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

  રાજ્ય સરકાર તેમજ ભારત સરકાર વિકાસનો મંત્ર લઇ શહેરના નાનામાં નાના વિસ્તારોને આધુનિક સુવિધાથી સજ્જ કરી રહી છે. ત્યારે નવસારીના ચીખલી ખાતે અત્યાઆધુનિક સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ રેફરલ હોસ્પિટલ રૂપિયા 376 કરોડના ખર્ચે બનાવા ઝઈ રહી છે. જેનું ભૂમિપુનજન  કરવામાં આવ્યું હતું. આ હોસ્પિટલ બન્યા બાદ આસપાસના વિસ્તારના 60 જેટલા ગામોનાં લોકોને અતિ આધુનિક હોસ્પિટલમાં આરોગ્યને લગતી તમામ સેવાઓનો લાભ મળી રહેશે.

(9:21 pm IST)
  • સુરત:કોઝવેમાં ચિંતાજનક રીતે પાણીની સપાટી ઘટી:૫ મીટર કરતા પણ જળસપાટી ઓછી થઇ :આગામી દિવસોમાં પીવાના પાણીની થઇ શકે સમસ્યા access_time 5:22 pm IST

  • મુંબઈના કાંદિવલી પશ્ચિમમાં મિલાપ સિનેમા નજીક આવેલ પેટ્રોલ પમ્પ પાસે રિક્ષાના સિલિન્ડર બ્લાસ્ટમાં રીક્ષા ચાલક સહિત ત્રણ ઘાયલ:જખમીઓને તુંગા હોસ્પિટલ લઈ જવાયા પોલીસે વધુ તપાસ હાથ ધરી access_time 5:33 pm IST

  • પોરબંદરો : ર૪ કલાકમાં બાઇક સળગાવાની બીજી ઘટના ઘટી: આજે રાત્રે ૧૧ વાગેની આસપાસ કોઇ અજાણ્‍યા ઇસમે સત્‍યનારાયણ મંદિર પાસે જીમની નજીક પડેલ બાઇક સળગાવેલ હોય કોઇની નજર પડતા પાણીથી આગ ઠારી નાખતા મોટી જાનહાની અટકી છે. access_time 11:55 pm IST