Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

સુરત આરોગ્ય વિભાગે 180 કિલો અખાદ્ય માવાનો જથ્થો ઝડપ્યો :વિક્રેતામાં ફફડાટ

સુરતના આરોગ્ય વિભાગે માવો વેચતા 12 જેટલા વિક્રેતાઓને ચેકિંગ હાથ ધર્યુ હતું. ચેકિંગ દરમિયાન ટીમને 180 કિલો અખાદ્ય માવાનો જથ્થો મળી આવ્યો હતો. ટીમ દ્વારા અખાદ્ય માવાનો નાશ કરી માવાના નમુના પૃથ્થકરણ માટે મોકલી આપ્યા છે.

સુરતના આરોગ્ય વિભાગ દ્વારા પૈંડા, મીઠાઈ વગેરે વસ્તુઓનું ચેકિંગ કરવામાં આવતું હતું. આગામી થોડા દિવસોમાં ચંદી પડવાનો તહેવાર આવી રહ્યો છે. ચંદીના પડવાના દિવસે સુરતવાસીઓ ખુબ જ ઘારી આરોગતા હોય છે. દુધના માવામાંથી બનાવવામાં આવતી ઘારી બરાબર છે કે નહિ જેને લઈ આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યુ હતું. આરોગ્ય વિભાગ દ્વારા સુરત શહેરની દુધના માવાનું વેચાણ કરતા 12 જેટલા વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યુ હતું.

(9:17 pm IST)