Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

સ્વાઈન ફ્લૂનો કાળો કેર હજુ જારી : નવા ૩૧ કેસો નોંધાયા

સ્વાઈન ફ્લૂથી મોતનો આંકડો વધીને ૪૨ થયોઃ અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના કુલ મામલાની સંખ્યા વધીને ૬૫૧ થઈ : ગુજરાતમાં કુલ કેસની સંખ્યા ૧૬૦૬ નોંધાઈ

અમદાવાદ,તા.૨૦: સ્વાઈન ફ્લૂના કારણે ગુજરાતમાં કાળો કેર યથાવત રીતે જારી રહ્યો છે. સ્વાઈન ફ્લૂને રોકા માટે અમદવાદ સહિત રાજ્યના જુદા જુદા સૌથી અસરગ્રસ્ત વિસ્તારોમાં તમામ પગલાં લેવામાં આવ્યા હોવા છતાં કેસો વધી રહ્યા છે. સ્વાઈન ફ્લૂના વધુ ૩૧ કેસ છેલ્લા ૨૪ કલાકમાં સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કારણે ભારે હાહાકાર મચેલો છે. છેલ્લા ૨૪ કલાકના ગાળામાં જ સ્વાઈન ફ્લૂના નવા કેસો સપાટી ઉપર આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ૨૪ કલાકમાં બેના મોત થતા મૃત્યુઆંક ૫૧ ઉપર પહોંચી ગયો છે. જ્યારે કુલ કેસોની સંખ્યા વધીને ૧૬૦૬ સુધી પહોંચી ગઈ છે. સ્વાઈન ફ્લૂથી ગ્રસ્ત થયા બાદ સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા ૨૬૦થી વધુ છે. આવી સ્થિતિમાં સ્વાઈન ફ્લૂના લીધે હાલત કફોડી બનેલી છે. મોટી સંખ્યામાં દર્દીઓને યોગ્ય સારવાર આપવામાં આવ્યા બાદ રજા પણ આપી દેવાઈ છે.ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કારણે અસરગ્રસ્ત વિસ્તારમાં સૌથી વધુ અસર અમદાવાદમાં થઈ છે. જ્યાં ૬૫૧ કેસ નોંધાઈ ચુક્યા છે. અમદાવાદમાં મોતનો આંકડો પણ રાજ્યના અન્ય વિસ્તારો કરતા વધારે છે. વડોદરામાં આજે બેના મોત થયા હતા. જ્યારે અન્યત્ર એકનું મોત થયું હોવાના બિનસત્તાવાર અહેવાલ મળ્યા છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કેસોની સંખ્યા ચોમાસાની સિઝનની પૂર્ણાહુતિ થયા બાદ સૌથી ધારે નોંધાઈ છે. રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કારણે શુક્રવારના દિવસે ૨૭ નવા કેસ સપાટી પર આવ્યા હતા. આની સાથે જ છેલ્લા બે દિવસના ગાળામાં જ ૫૮ કેસો નોંધાઈ ચુક્યા છે. સ્વાઈન ફ્લૂથી ગ્રસ્ત પોઝીટીવ લોકોની સંખ્યા રેકોર્ડ ઉંચી સપાટી પર પહોંચી ચુકી છે. અમદાવાદમાં આજે નવા કેસ નોંધાતા કેસોની સંખ્યા ૬૫૧ થઈ છે. ગઈકાલ સુધી અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના કેસોની સંખ્યા ૬૩૮ હતી. અમદાવાદમાં ૧૬ કેસ સપાટી પર આવ્યા હતા. વડોદરામાં ૩, આણંદમાં ૨ કેસ ગઈકાલે નોંધાયા હતા. શુક્રવારના દિવસે સ્વાઈન ફ્લૂથી કોઈના મોત થયા ન હતા પરંતુ આજે વધુ બેના મોતની સાથે જ પહેલી સપ્ટેમ્બર બાદથી મોતનો આંકડો ૪૨ ઉપર પહોંચી ચુક્યો છે. જ્યારે આ વર્ષે મોતનો આંકડો ખૂબ ઉંચે પહોંચ્યો છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના કારણે સૌથી વધુ ૧૮ના મોત થયા છે. જ્યારે મહેસાણામાં ૩ અને સુરતમાં ૩ લોકોના મોત થયા છે.

(9:45 pm IST)