Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

અમદાવાદ, સૂરત, જૂનાગઢની વિવિધ ટી.પી. સ્કીમ અને પ્લાનને મુખ્યમંત્રીની મંજૂરી

મુખ્યમંત્રી રૂપાણીની મહાનગરોના સુઆયોજીત વિકાસ માટેની યશસ્વી કામગીરી

ગાંધીનગર :અમદાવાદ, સૂરત અને જૂનાગઢ શહેરનો સુઆયોજીત વિકાસ ઝડપભેર થાય એ દિશામાં અત્યંત મહત્વપૂર્ણ પગલાં ભરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં ગુજરાત સરકારે અમદાવાદની ૩ ડ્રાફ્ટ ટી.પી. સ્કીમને મંજૂરી આપી છે. સૂરત મહાનગરની ૧ ડ્રાફ્ટ ટી.પી. સ્કીમના પ્રથમ વેરીડ - પ્રથમ મુસદ્દાને પરવાનગી આપી છે અને જૂનાગઢ શહેરી વિકાસ સત્તામંડળનો ડેવલપમેન્ટ પ્લાન પણ મંજૂર કર્યો છે.

 મુખ્યમંત્રી તરફથી વિવિધ ટી.પી. સ્કીમ અને પ્લાનને મંજૂરી મળતા અમદાવાદ, સૂરત અને જૂનાગઢ શહેરોનાં સંબંધિત વિસ્તારોમાં રોડરસ્તા, બાંધકામ સહિતની આંતરમાળખાકીય સુવિધાઓમાં સુધારો થતા તેમજ જીવન જરૂરી પ્રાથમિક સુવિધાઓ સરળતાથી મળી રહેતા નાગરિકોની સુખ-સમૃદ્ધિ-સુખાકારીમાં વધારો થશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદની ૩ ડ્રાફ્ટ ટી.પી. સ્કીમને મંજૂર કરી છે તેમાં ટી.પી. ૪૩૧-અસલાલી-નાઝ, ટી.પી. ૪૫૬-વટવા અને ૪૧૭-અ ગેરતનગર-બીબીપૂરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સૂરત મહાનગરની ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ ૧૪-પાલની પ્રથમ વેરીડને પણ મંજૂર કરી છે. અને  જૂનાગઢ શહેરી વિકાસ સત્તામંડળના ડેવલપમેન્ટ પ્લાનને પણ મંજૂરી આપી છે. વિવિધ ટી.પી. સ્કીમ અને પ્લાનની પરવાનગી મળતાં હવે નાના-મોટા નગર-મહાનગરના આયોજનબદ્ધ વિકાસને વેગ મળતા સામાન્ય માનવીને રોટી-કપડાં-મકાન સિવાયની પ્રાથમિક જરૂરિયાત સંતોષવા-મેળવવા વધુ હાલાકી નહીં ભોગવી પડે. હવે જૂનાગઢ જેવા નાના શહેરોમાં પણ મહાનગર જેવી સુખ-સુવિધા મળી રહેશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જ્યારથી રાજ્યશાસનનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી જ તેઓ સુદ્રઢ-સુવ્યવસ્થિત શહેરી વિકાસ આયોજનમાં ભ્રષ્ટાચાર રહિત પારદર્શિતાની નેમ સાથે સમગ્ર તંત્રનું સતત માર્ગદર્શન કરતા રહ્યાં છે. ગુજરાતમાં તેમણે નગર આયોજન - નગર નિયોજનની કામગીરીને વધુને વધુ પારદર્શી અને ઝડપી બનાવવા તેમજ ટી.પી. સ્કીમની જટિલ પ્રક્રિયાઓના સરળીકરણ માટે તથા વિવિધ તબક્કે બેવડાતી કામગીરી અકાવવાનાં અનેક જનહિતલક્ષી નિર્ણય લીધા છે.

(7:50 pm IST)
  • મુંબઈના કાંદિવલી પશ્ચિમમાં મિલાપ સિનેમા નજીક આવેલ પેટ્રોલ પમ્પ પાસે રિક્ષાના સિલિન્ડર બ્લાસ્ટમાં રીક્ષા ચાલક સહિત ત્રણ ઘાયલ:જખમીઓને તુંગા હોસ્પિટલ લઈ જવાયા પોલીસે વધુ તપાસ હાથ ધરી access_time 5:33 pm IST

  • બનાસકાંઠા:ડીસાના માણેકપૂરા ગામે ગરબા કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરની હાજરી:ગઈકાલે અલ્પેશ ઠાકોરનું માથું વાઢી લાવવા ઇનામ જાહેર કરતા ગરબા સ્ટેજ પરથી કર્યો લલકાર: મને મારવાના સપના જોનારાઓને કહું છું, રાત્રે 12 વાગે પણ એકલો ફરું છું જેને મારવો હોય તે આવી જાય access_time 5:32 pm IST

  • ટ્રેન દુર્ઘટના બાદ નવજોત કૌર સિદ્ધુ હોસ્પિટલ પહોંચ્યા :દુર્ઘટના બની ત્યારે મેં સ્થળ છોડી દીધું હતું :ઇજાગ્રસ્તોને સારવાર મળે તેને પ્રાધાન્ય આપવું જોઈએ :જે લોકો આ બનાવ પર રાજકારણ કરી રહ્યા છે તેઓ શરમ આવવી જોઈએ;વિપક્ષના આક્ષેપનો નવજોત કૌર સિદ્ધુનો આકારો જવાબ access_time 1:10 am IST