Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

સુરતમાં 3 વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા કરનાર ઝડપાયો

 

સુરતના લિંબાયત વિસ્તારમાં 3 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી ઘટના બાદ ફરાર થઇ ગયો હતો. જે બાદ પોલીસે વિવિધ ટીમો બનાવીને આરોપી અનિલ યાદવને પકડવા માટે કવાયત હાથ ધરી હતી.

 આરોપી બિહારનો હતો જેથી પોલીસની એક ટીમ બિહાર પણ ગઇ હતી. ત્યારે સુરત ક્રાઇમબ્રાંચે આરોપીને બિહારના ધનસુરી ગામથી ઝડપી પાડ્યો છે.

(7:48 pm IST)