Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

સુરતમાં મોબાઈલ સ્નેચિંગમાં જેલમાસ ભોગવી બહાર આવેલ લુટારુએ ફરી એજ કામ યથાવત રાખ્યું

સુરત:મોબાઈલ સ્નેચીંગના ગુનામાં જેલવાસ ભોગવી ચાર માસ અગાઉ છૂટેલા અને ફરી મોબાઈલ સ્નેચીંગ કરતા ત્રણ યુવાનોને પોલીસે ૧૩ મોબાઈલ ફોન અને મોટરસાયકલ સાથે ઝડપી લીધા હતા. મોબાઈલનાં આઈએમઈઆઈ નંબર સોફટવેરની મદદથી બદલી સુરતમાં જ વેચતા કોસાડના મોબાઈલ શોપના માલિકને પણ પોલીસે ઝડપી પાડી વધુ ૧૮ મોબાઈલ ફોન કબજે લીધા હતા.

ગુરૂવારે ચાની લારી ઉપર કામ કરતા મો. સાદીક ઉર્ફે કાલુ સલીમ શેખ (ઉ.વ.૨૨)(રહે. ૧૧૪ કોસાડ આવાસ), રીક્ષા ડ્રાઈવર વિશાલ ઉર્ફે પ્રશાંત છોટુભાઈ પવાર (ઉ.વ.૧૯)(રહે. કોસાડ આવાસ) અને બેકાર મુસ્તુફા ઉર્ફે ટીલ્લી મહેબુબ અલી સૈયદ (ઉ.વ.૧૯)(રહે. અડાજણ પાટીયા) ને નંબર પ્લેટ વિનાની મોટરસાયકલ અને રૂ. ૫૦,૦૦૦ ની કિંમતના ૧૩ મોબાઈલ ફોન સાથે ઝડપી લીધા હતા.

 

(5:51 pm IST)