Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

વાપીમાં દમણને જોડતો પૂલ તૂટવાના સમાચારથી લોકોમાં દોડધામ

વાપી:મોટી અને નાની દમણને જોડતો જૂનો પુલ તૂટી પડયાની અફવા સાથેના મેસેજ સોશિયલ મીડયામાં વહેતા થતાં લોકોમાં ફફડાટ મચી ગયો હતો. જોકે, તંત્ર દ્વારા જૂના પુલના લોખંડના સ્પાન જર્જરિત થઈ ગયા હોવાથી એક સપ્તાહ પૂર્વે કોન્ટ્રાકટર મારફતે સ્પાનને તોડવાની કામગીરી હાથ ધરાઈ હોવાનું જણાવ્યું હતું.

મોટી અને નાની દમણને જોડતો પોર્ટુગીઝ શાસન દરમિયાન બનેલો પુલ ૨૦૦૩માં તૂટી પડતા શાળાના ૨૮ બાળકો સહિત ૩૦ વ્યકિતઓના મોત થયા હતા. થોડા મહિના બાદ પીડબ્લ્યુડી વિભાગે પુલની મરામતની કામગીરી કરી હતી. જોકે, સન ૨૦૦૪માં ફરીથી દમણગંગા નદીમાં આવેલા પુરને કારણે પુલ ધરાશાયી થઈ ગયો હતો. ફરીવાર પુલની મધ્યમાં લોખંડની સ્પાન લગાડી મરામતની કામગીરી કરાયા બાદ પગપાળા આવગમન ચાલુ કરાઈ હતી. પરંતુ પ્રશાસને લાંબા સમયથી આવાગમન બંધ કરી દીધી હતી. 

(5:50 pm IST)