Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

ગાંધીનગર પોલીસે નશાની હાલતમાં પકડાયેલ યુવાનની ચાર્જશીટ કરવા 9000ની લાંચ લીધી

ગાંધીનગર: પોલીસે યુવકને દારૃ પીધેલી હાલતમાં પકડયો હતો. એટલું જ નહી કારમાંથી પણ દારૃ મળ્યો હતો. આ કેસમા ચાર્જશીટ ન થાય ત્યાં સુધી આરોપીને ગાંધીનગરમાં પ્રવેશ નહી કરવાની શરતે જામીન મળ્યા હતા. જેથી ઝડપી ચાર્જશીટ કરવા માટે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના હે.કોન્સ્ટેબલ રૃા. ૯૦૦૦ની લાંચ લેતા ઝડપાયા હતા.

ગાંધીનગરમાં રહેતો યુવકને ઇન્ફોસિટી પોલીસે દારૃ પીધેલી હાલતમાં પકડયા બાદ તપાસ કરતાં તેમની કારમાંથી દારૃ મળ્યો હતો, જેથી પોલીસે દારૃ પીધેલા અને દારૃનો કેસ કર્યો હતો, બીજીતરફ કોર્ટે પણ કેસની ચાર્જશીટ ન થાય ત્યાં સુધી આરોપીને ગાંધીનગરમાં પ્રવેશ ન કરવાની શરતે જામીન પર મુક્ત કર્યો હતો. જેથી ચાર્જશીટ ઝડપી કરવા માટે ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જગતસિંહ રતનસિંહ ચૌહાણે આરોપી પાસે રૃા. ૯૦૦૦ની માંગણી કરી હતી.

આ અંગે આરોપીએ એસીબીમાં અરજી કરતાં આજે રાત્રે એન્ટીકરપ્શન બ્યુરોએ છટકું ગોઠવીને હે.કોન્સ્ટેબલને ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના ઝાંપેથી નવ હજાર રૃપિયાની લાંચ લેતા ઝડપી પાડયા હોવાનંે એસીબી, ડીવાયએસપી, ડી.પી.ચૂડાસમાએ જણાવ્યું હતું.

(5:47 pm IST)