Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

રોટરી - રોટરેકટ ગરબા મહોત્સવ - ૨૦૧૮

 અમદાવાદ : રોટરી કલબ અને રોટરેકટ કલબ દ્વારા સ્વાસ્થ્ય અને સ્વચ્છતાના અભિયાનને ઉદ્દેશીને રોટરી ડિસ્ટ્રીકટ ૩૦૫૪ દ્વારા રોટરી ગરબાનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાંથી એકઠા થયેલ ફંડનો ઉપયોગ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કુલોમાં ''વોશ ઈન સ્કુલ્સ'' પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં સ્કુલોમાં ટોયલેટ, વોશ બેસીન, તેમજ વોટર પ્યોરીફાયરની સગવડતા જરૂરીયાત મુજબ કરવાનું અભિયાન હાથ ધર્યુ છે. અમદાવાદના ૫ આસીસ્ટન્ટ ગર્વનર કૌશલ શાહ, સમીર બાબરીયા, ધવલ ઝવેરી, ઉમંગ ભટ્ટ, વિજય દવે, ૨૬ રોટરી કલબ તેમજ ૩૦ રોટરેકટ કલબ દ્વારા સંયુકતપણે આ ગરબાનું આયોજન થયેલ. શ્રી નીરજ સોંગાણી તેમજ શ્રીમતી બીંદુ સોંગાણી જયપુરથી વિશેષ રીતે ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.(૩૭.૬)

(3:58 pm IST)