Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

ધાનેરાના જડીયા ગામે ગોગા મહારાજના મંદિરમાં ચોરી

ધાનેરા તાલુકાના જડીયા ગામે ચોરીના બનાવો વધી રહ્યા છે. અને એક મહીનામાં ચોરીનો ત્રીજો બનાવ બનવા પામ્યો છે. ૧૮ ઓક્ટોમ્બરની રાત્રીના સમયે કોઇક ઇસમો ગામમાં આવેલ ગોગા મહારાજના મંદિરમાં ચોરી કરીને ગોગા મહારાજની ૧૦૪૯ ગ્રામની ચોદીની મુર્તિ લઇને ફરાર થઇ ગયા હોવાના સમાચાર સવારે મળતાં ગામના લોકો ધાનેરા પોલિસ મથકે ફરીયાદ નાંધાવવા માટે આવ્યા હતા.

 અજાણ્યા ઇસમો સામે ગોગા મહારાજની ૧૦૪૯ ગ્રામની ચોદીની મુર્તિ કિ ૩૭૦૦૦ ની ચોરીની ફરીયાદ પ્રવિણભાઇ ભુરાભાઇ ચૌધરી એ નાંધાવતા પોલિસે તપાસ હાથ ધરી છે.

  આ અંગે પ્રવિણભાઇ ચૌધરીએ જણાવેલ કે જડીયા ગામમાં કેટલીયે ચોરીઓ થવા પામી છે જેનો આજ સુધી પોલિસે ઉકેલ લાવ્યો નથી. પરંતુ આ એક મહીનામાં ચોરીનો ત્રીજો બનાવ બનવા પામ્યો છે, અને પોલિસ કોઇ કાર્યવાહી ન કરવાથી આ તરસ્કરોને મેદાન મોકલુ મળી ગયુ છે.

(12:52 pm IST)
  • બનાસકાંઠાના ગુંદરી ચેકપોસ્ટ પરથી પોલીસે વિદેશી દારૂની 7440 બોટલ અને ટ્રેઈલર સહિત કુલ 38 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે પાઉડરની બોરી વચ્ચે સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે પાંથાવાડા પોલીસે બે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે access_time 7:57 pm IST

  • સુરત:વહેલી સવારે ઉધના દરવાજા પાસે પુર ઝડપે દોડાવતા કારને અકસ્માત નડ્યો :કારનો કચ્ચરઘાણ તથા કાર ચાલકને ઈજા પહોંચી :ઈજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો access_time 5:32 pm IST

  • જેને મારવો હોય તે આવી જાય: અલ્પેશ ઠાકોરનો લલકારઃ ડીસાના માણેકપુરા ગામના ગરબા કાર્યક્રમમાં સ્ટેજ ઉપરથી લલકાર access_time 3:33 pm IST