Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

ધાનેરા તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી મકાન સહાય મંજુર કરવા માટે લાંચ લેતા ઝડપાયાઃ આસી.ડાયરેકટર કૃષ્ણકુમારસિંહ ગોહિલએ ચાર્જ સંભાળતા સાથે જ સપાટો બોલાવ્યો

રાજકોટઃ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન સહાય મંજુર કરવા માટે  રૂ. સાત હજારની લાંચ લેતાં ધાનેરા  ( જિ. બનાસકાંઠા) તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી સુરેશભાઇ પટેલ એ.સી.બી.ના છટકામાં ઝડપાય ગયા છે.

એ.સી.બી. સુત્રોમાંથી સાપડતા નિર્દેશ મુજબ આ કામના ફરીયાદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન સહાય મેળવવા માટે બે મહિના અગાઉ ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજો સાથે ધાનેરા તાલુકા પંચાયત કચેરીએ જેની સામે આક્ષેપ થયો છે તેવા વિસ્તરણ અધિકારીને આપેલ.

આ કામના આરોપી ફરિયાદીની સહાય મંજુર ન કરતા બહાના બતાવી ધકકા ખવડાવી અંતે લાંચની માંગણી કરતા હોય આ કામના ફરીયાદી લાંચ આપવા માગતા ન હોય એસીબીનો સંપર્ક સાધતા બનાસકાંઠાના એસીબી પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. કે.જે. પટેલે બોર્ડર એકમ ભુજના મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહિલના સુપરવિઝનમાં આ છટકુ ગોઠવ્યું હતુ. અત્રે યાદ રહે કે બોર્ડર એકમ ભુજના એસીબી મદદનીશ નિયામક તરીકે  કૃષ્ણકુમારસિંહ ગોહિલએ તાજેતરમાં જ બઢતી મેળવી ચાર્જ સંભાળ્યો છે.  કે.એચ.ગોહિલે રાજકોટના  એસીબી પી.આઇ. દરજજે કલાસ-વન અધિકારીઓને એસીબી જાળમંા સપડાવ્યા હતા.

(8:44 pm IST)