Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

થરાદના લુણાવામાં ચાર સંતાનોની માતા પર હુમલો :ગાળો બોલવાની ના પડતા છરી ઝીકી

 

થરાદના લુણાવામાં ચાર સંતાનોની માતા પર હુમલો થયો હતો. જેતડાનો યુવક કોઈને ગાળો બોલી રહ્યો હતો ત્યારે મહિલાએ ગાળો બોલવાની ના પાડી હતી. ત્યારે મહિલા પર યુવકે છરી વડે હુમલો કરતા મહિલાને ઈજા પહોંચી હતી. મહિલાને સારવાર અર્થે થરાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આરોપી સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઇ હતી.

(10:07 pm IST)