Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

ભાવેશ પટેલની અમ્પાયર તરીકે પસંદગી, ૨૭ વર્ષ બાદ ગુજરાતમાંથી પસંદ થનાર એક માત્ર ગુજરાતી

નાણાં વિભાગમાં આસિસ્ટન્ટ એક્ઝામિનર તરીકે ફરજ બજાવતા ભાવેશ પટેલ ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે પાંચેક વર્ષથી સંકળાયેલા

 

ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાના માણસાના વતની ભાવેશ હસમુખભાઈ પટેલની ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની અમ્પાયરની પેનલમાં પસંદગી થઈ છે જે ગુજરાત માટે ગૌરવ સમાન છે. ભાવેશ પટેલે એક મુલાકાતમાં જણાવ્યું છે કે, વર્ષ ૧૯૯૧માં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ગુજરાતના અમીષ સાહેબાની પસંદગી થઈ હતી ત્યારબાદ ૨૭ વર્ષ પછી એક માત્ર ગુજરાતી તરીકે તેઓએ અમ્પાયર તરીકેની પરીક્ષા પાસ કરી છે.

ચાર વિભાગમાં યોજાયેલ પરીક્ષામાં લેખિત અને એક મૌખિક ઈન્ટરવ્યુ યોજાય છે જેમાં ૯૦ ટકા ગુણાંકથી પાસિંગ થવાય છે જેમાં દેશભરમાંથી ૭૫૦ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને ૧૮ ઉમેદવારો પસંદ કરાયા છે તેમાં તેમની પસંદગી થઈ છે

ભાવેશ પટેલે રાજય સરકારના નાણાં વિભાગમાં આસિસ્ટન્ટ એક્ઝામિનર તરીકે ફરજો બજાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે, તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે છેલ્લાં પાંચેક વર્ષથી સંકળાયેલા છે . જી.સી.. દ્વારા આયોજીત વિવિધ મેચમાં અમ્પાયરીંગની સેવાઓ આપી છે. તેમની રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી થતા આગામી ૨જી નવેમ્બર-૨૦૧૮થી અંડર-૧૬ની ત્રિપુરા અને બંગાળ વચ્ચે યોજાનાર મેચથી આંતરરાષ્ટ્રીયકક્ષાએ અમ્પાયરીંગની કારકીર્દી શરૂ કરશે

(10:21 pm IST)