Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

સરકારની નવી ઓનલાઇન ડેવલોપમેન્‍ટ પરમિશન સિસ્‍ટમના કારણે અમદાવાદમાં ૩ મહિનામાં નવા હાઉસિંગ પ્રોજેક્ટ-બિલ્ડીંગના લોન્‍ચીંગમાં ૭૭ ટકાનો ઘટાડો

અમદાવાદઃ શહેરમાં પાછલા 3 મહિનામાં નવા હાઉસિંગ પ્રોજેક્ટ અને બિલ્ડિંગના લોંચિંગમાં 77%નો ઘટાડો આવ્યો છે. જોકે વખતે ઘટડા પાછળનું કારણ મંદી નહીં પણ સરકારે નવી લાવેલી ઓનલાઇન ડેવલોપમેન્ટ પરમિશન સિસ્ટમ(ODPS) છે. રિયલ એસ્ટેટ રીસર્ચ અને ડેટા એનાલિટિક્સ ફર્મ પ્રોપઈક્વિટી દ્વારા કરવામાં આવેલ ડેટા એનાલિસિસમાં જણાયું કે પાછલા 3 મહિનામાં અમદાવાદમાં ફક્ત 729 જેટલા રેસિડેન્સિયલ યુનિટ્સ લોંચ કરવામાં આવ્યા છે.

સરકારી ઓનલાઈન સિસ્ટમના કારણે પ્લાન મંજૂરીમાં ફાઇલના થપ્પા

તેની સરખામણીએ ગત વર્ષે સમયગાળામાં કુલ 3131 જેટલા રેસિડેન્સિયલ યુનિટ્સ લોન્ચ થયા હતા. જ્યારે ચાલુ નાણાંકીય વર્ષના બીજા ક્વાર્ટર એપ્રીલ-જૂન દરમિયાન પણ 1944 જેટલા પ્રોજેક્ટ લોંચ થયા હતા. જ્યારે બીજા ક્વાર્ટરમાં ઓનલાઇન પોર્ટલમાં અનેક એપ્લિકેશન અટવાઈ પડતા 63% ઓછા પ્રોજેક્ટ લોંચ થયા છે.

ODPS સિસ્ટમના કારણે અનેક પ્રોજેક્ટ અટવાયા

તેની સામે શહેરમાં નવા ઘરના વેચાણમાં પણ ઘટાડો નોંધાયો છે. ગત વર્ષની સરખામણીએ અમદાવાદમાં 40% જેટલા રેસિડેન્સિયલ યુનિટ્સમાં ઘટાડો નોંધાયો હતો. ગત વર્ષે બીજા ક્વાર્ટરમાં જુલાઈ-સપ્ટેમબર 2017 દરમિયાન કુલ 5208 ઘર વેચાયા હતા તેની સામે વખતે બીજા ક્વાર્ટરમાં માત્ર 3,137 ઘર વેચાયા છે. જો રિયલ એસ્ટેટ બિઝનેસ સાથે સંકળાયેલા લોકોનું માનવામાં આવે તો odps સિસ્ટમના કારણે મોટાભાગના હાઉસિંગ પ્રોજેક્ટ ડીલે થઈ રહ્યા છે.

ઓછી સ્કીમથી ખરીદદારોમાં પણ નીરાશા

એકલા અમદાવાદની વાત કરવામાં આવે તો ODPS સિસ્ટમના કારણે અંદાજીત રુ. 8000 કરડોની કિંમતના પ્રોજેક્ટ અટકી પડ્યા છે. જોકે ત્રીજા ક્વાર્ટરમાં નવા લોન્ચિગને બુસ્ટ મળે તેવી શક્યતા છે કેમ કે સરકારે ફરીથી જ્યાં સુધી ઓનલાઇન સિસ્ટમ યોગ્ય રીતે કામ કરતી થાય ત્યાં સુધી મેન્યુઅલ રીતે પણ પ્લાન મંજૂરી આપવાનું નક્કી કર્યું છે. દશેરાને રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ માટે ખૂબ શુભ માનવામાં આવે છે પરંતુ વખતે સરકારી કામકાજની ઢીલી નીતિના કારણે માત્ર 15 જેટલા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ લોંચ થઈ શક્યા છે.

(6:01 pm IST)