Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

બોરિદ્રા ગામમાં પત્નીને અન્ય પુરુષ સાથે ફરતા જોઈ ઠપકો આપતા મારામારી,બચકું ભરતા ઇજા

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ બોરીદ્રા ગામમાં નજીવી બાબતે માથાકૂટ માં એકને બચકું ભરી ઇજા કરતા આમલેથા પોલીસ મથકે ફરિયાદ થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહેન્દ્રભાઇ શનુભાઇ વસાવા (રહે.હાલ જીતનગર બારફળીયા,મુળ રહે.ઢોલાર નવીનગરી,તા.નાંદોદ) નાઓએ આપેલી ફરીયાદ મુજબ તા.19 સપ્ટેમ્બર ની બપોરે તેમણે તેમની પત્ની જુમનાબેન તથા બોરીદ્રા ગામના ધનસુખભાઇ સાથે મળી આવેલ હોય જેથી તેમણે પત્નીને ધનસુખભાઇ સાથે કેમ ફરે છે તેમ કહેતા ધનસુખભાઈએ બોલાચાલી કરી ગમે તેમ ગાળો બોલી મહેન્દ્રભાઈ ને ઢીકા પાટુનો માર મારી તથા ડાબા હાથની વચ્ચેની આંગળીમાં બચકુ ભરતા આંગળીનો અડધો નખ કપાય જતા ઇજા કરી હોય આમલેથા પોલીસે ધનસુખભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

(11:48 pm IST)