Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

યાત્રાધામ ડાકોરમાં ધોધમાર વરસાદ : રણછોડજી મંદિરના મુખ્ય દરવાજા પાસે વરસાદી પાણી ભરાયા

મંદિરના મુખ્ય દરવાજા પાસે જ પાણી ભરાઈ જતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

ડાકોર :રાજ્યભરમાં મેઘરાજા ઘણા સમયથી મન મુકીને વરસે છે. આવામાં ઠેર ઠેર પાણી ભરાયાના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડા જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં  ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. યાત્રાધામમાં રણછોડજી મંદિરના મુખ્ય દરવાજા પાસે વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે.

 સ્થાનિકોનું કહેવું છે કે ડાકોર નગરપાલિકાની બેદરકારીને કારણે અવારનવાર સામાન્ય વરસાદમાં પણ અહિયાં પાણી ભરાઈ જાય છે. આજે વરસાદ વરસતા ઢીંચણ સુધીના પાણી યાત્રાધામમાં ભરાયેલા જોવા મળ્યા હતા.

મંદિરના મુખ્ય દરવાજા પાસે જ પાણી ભરાઈ જતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આજે ધોધમાર વરસાદમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું હતું. વિડીયોમાં તમે જોઈ શકો છો કેવી રીતે યાત્રાળુઓને તકલીફ પડી રહી છે.

(9:42 pm IST)