Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

બે દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે:ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતા

વડોદરા, છોટા ઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મહીસાગર, દાહોદ સહિતના જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ વરસી શકે

અમદાવાદ: રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી બે દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ થઇ શકે છે. ખાસ કરીને વડોદરા, છોટા ઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મહીસાગર, દાહોદ સહિતના જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે.

(9:38 pm IST)