Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ઉમરેઠ તાલુકાના પણસોરા ગામે સોસાયટીમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી ચાર શખ્સોને ઝડપી પાડયા

ઉમરેઠ:તાલુકાના પણસોરા ગામે એક સોસાયટી પાસે ચાલતા જુગારધામ ખાતે ભાલેજ પોલીસે મળેલ ગુપ્ત બાતમીના આધારે ઓચિંતો છાપો મારી પાનાપત્તાનો હારજીતનો જુગાર રમતા ચાર શખ્શોને ઝડપી પાડયા હતા. પોલીસે ઘટના સ્થળેથી રોકડ તેમજ ત્રણ મોબાઈલ અને ત્રણ મોટરસાયકલ મળી કુલ્લે રૂા.૭૯૫૨૦નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ ચારેય શખ્શો વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉમરેઠ તાલુકાના પણસોરા ગામે ભગવતી સોસાયટી પાસે જુગારધામ ચાલી રહ્યું હોવાની ગુપ્ત બાતમી ભાલેજ પોલીસની ટીમને મળી હતી. જેથી પોલીસની ટીમે બાતમીવાળા સ્થેળ ઓચિંતો છાપો મારતા જુગાર રમી રહેલ તત્વોમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે કોર્ડન કરી ઘટનાસ્થળેથી ચાર શખ્શોને ઝડપી પાડયા હતા. તેઓના નામ-ઠામ અંગે પુછપરછ કરતા તે દિનેશભાઈ મેલાભાઈ ઠાકોર (રહે.ઉંટખરી રોડ, ઠાકોરપુરા નજીક, પણસોરા), ભાર્ગવભાઈ ઉર્ફે છોટુ બિપીનભાઈ પટેલ (રહે.પંપવાળુ ફળીયું, પણસોરા), રાજેશભાઈ ઉર્ફે રાજુ ઈશ્વરભાઈ પટેલ (રહે.ચીતરેલી ખડકી, પણસોરા) અને મીતકુમાર સુભાષભાઈ પટેલ (રહે.ભગવતી સોસાયટી, પણસોરા) હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે ઝડપાયેલ શખ્શોની અંગજડતીમાંથી રોકડા રૂા.૨૦૬૧૦ તથા દાવ પરથી રૂા.૪૧૦ અને જુગાર રમવાના પાનાપત્તા તેમજ નંગ મોબાઈલ ફોન તથા મોટરસાયકલ (અંદાજિત કિંમત રૂા.૫૦,૦૦૦) મળી કુલ્લે રૂા.૭૯૫૨૦નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ ચારેય શખ્શો વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

(5:22 pm IST)