Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ગાંધીનગર જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવમાં ભરખમ વધારો:બાઈક પર આવેલ ત્રણ શખ્સો પાર્ક કરેલ કારનો કાચ તોડી સાત લાખ ઉઠાવી છૂમંતર.....

ગાંધીનગર: શહેરમાં છેલ્લાં ઘણા સમયથી ઘરફોડ ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે રાંદેસણમાં એક કન્ટ્રક્શન સાઇટ પાસે બિલ્ડરની પાર્ક કરેલી કારનો કાચ તોડીને બાઇક પર આવેલા ત્રણ યુવકો રુપિયા સાડા સાત લાખની રોકડ ભરેલી બેગની ચોરી કરીને ફરાર થઇ ગયાની ફરિયાદ ઇન્ફોસીટી પોલીસ મથકે નોંધવામાં આવી છે. સીસીટીવી ફુટેજ મેળવીને પોલીસે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર બનાવની વિગતો એવી છે કે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રહેતા પરિમલભાઇ પટેલ  એરફોર્સમાંથી નિવૃૃત અધિકારી છે અને હાલ બિલ્ડર તરીકે કામગીરી કરે છે. જેમાં ગાંધીનગર રાંદેસણ ખાતે તેમની સાનિધ્ય રેસીડેન્સી નામની એક કન્સ્ટ્ર્શન સાઇટનું કામ ચાલે છે.શુક્રવારે સવારે તે મોડાસા ખાતે આવેલી તેમની ઓફિસથી પાંચ લાખની રોકડ અને ઘનસુરા ખાતે આવેલા તેમના પેટ્રોલ પંપ પરથી રુપિયા અઢી લાખની રોકડને બેગમાં મુકીને ગાંધીનગર  આવ્યા હતા. બાદમાં ગાંધીનગર ખાતે આવેલા તેમના પુત્રના ફ્લેટ પર રાત રોકાયા હતા. સમયે તેમનો ડ્રાયવર પણ મહેશ દેસાઇ  પણ સાથે હતો. શનિવારે તે બંને જણા બેગને સાથે લઇને કારમાં તેમના મિત્ર પાસે ધંધાના કામ માટે ગયા હતા અને સાંજે તેમની સાઇટ પર પરત આવ્યા હતા. બાદમાં કારને બહાર પાર્ક કરીને તે ઓફિસમાં ગયા અને ડ્રાઇવર પાણી લેવા માટે ગયો ત્યારે અચાનક કારમાં સિકયોરીટી સાયરન વાગતા ડ્રાઇવર દોડીને આવ્યો અને તપાસ કરતા જોયુ તો કારનો કાચ તુટેલો હતો. જેમાંથી રુપિયા સાડા સાત લાખની રોકડ ભરેલો થેલો ગાયબ હતો. અંગ સિક્યોરીટી ગાર્ડે જણાવ્યું  હતું કે બાઇક પર આવેલા ત્રણ લોકો કારનો કાચ તોડીને બેગ લઇને નાસી ગયા હતા. સિક્યોરીટી ગાર્ડ દ્વારા તેમનો પીછો પણ કરાયો હતો. જો કે તે પહેલા તે ફરાર થઇ ગયા હતા. અંગે ઇન્ફોસીટી પોલીસે સીસીટીવી ફુટેજ મેળવીને તપાસ શરુ કરી છે. પોલીસનું માનવુ છે કે કોઇ ચોક્કસ જાણ ભેદુ વ્યક્તિઓ દ્વારા ચોરી કરવામાં આવી છે અને તે લોકો કારનો  પીછો પણ કરતા હતા. જેથી સીસીટીવીથી કડી મળવાની શક્યતા છેતો અન્ય લોકોની શંકાને આધારે પુછપરછ કરવામાં આવી રહી છે.

(5:20 pm IST)