Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ગાંધીનગર જિલ્લાના દહેગામમાં આઇશર ટ્રકમાં તસ્કરોએ એક દુકાનના તાળા તોડી તેલના ડબ્બા સહીત અનાજની તસ્કરી થતા ચકચાર મચી જવા પામ્યો

ગાંધીનગર:જિલ્લાના દહેગામ ખાતે એપીએમસીમાં શનિવાર રાતના સમયે આઇશર ટ્કમાં આવેલા તસ્કરોએ એક દુકાનના તાળા તોડીને તેમાંથી ૮૦ જેટલા તેલના ડબ્બા, કઠોળ અને અનાજની બોરીની ચોરી કરી હોવાની ઘટના બની . અંગે   દહેગામ પોલીસે  ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે.

સમગ્ર બનાવની વિગત છે કે અમદાવાદ ખાતે રહેતા નારણભાઇ પટેલ દહેગામ એપીએમસી ખાતે મહાદેવ ટ્રેડર્સ નામની દુકાન ધરાવે છે. જ્યાં તેલ, કઠોળ , અનાજ અને અન્ય કિરાણાના સામાનનો હોલસેલ વેપાર કરે છે. શનિવારે રાતના સમયે તેમની દુકાન પર કેટલાંક અજાણ્યા લોકો આઇશર ટ્ક લઇને આવ્યા હતા. સમયે સ્થાનિક સિક્યોરીટી ગાર્ડને એવુ જણાવવામાં આવ્યું હતું કે તે લોકો કોઇ વેપારી છે અને તે સામાન લેવા માટે આવ્યા છે. બાદમાં મહાદેવ ટ્રેડર્સ પાસે ટ્રક પાર્ક કરીને દુકાનના તાળા તોડીને અંદરથી ૮૦ જેટલા તેલના ડબ્બા, અનાજ અને કઠોળની બોરીઓ મળીને કુલ રુપિયા ત્રણ લાખનો મુદ્દામાલ લઇે તે ફરાર થઇ ગયા હતા અંગે રવિવારે સવારે દહેગામ પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર આવીને તપાસ શરુ હતી. જો કે દુકાનના સીસીટીવી રાતના સમયે વેપારી દ્વારા બંધ કરી દેવામાં આવતા હોવાથી પોલીસને કોઇ કડી મળી શકી નહોતી. હાલ અંગે તપાસ શરુ કરવામાં આવી છેત્યારે એપીએમસીમાં આવેલી દુકાનમાંથી ચોરી થતા ત્યાંની સુરક્ષાને લઇને અનેક સવાલ ઉભા થયા છે.

(5:19 pm IST)