Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

યાત્રાધામ અંબાજીને સ્વચ્છ રાખવા ૫૯૮ સ્વચ્છતા સૈનીકોને મેદાનમાં ઉતારાયા

તમામ રસ્તાઓને સ્વચ્છ બનાવવા ટીમોનું ગઠન : સમગ્ર શહેરને ચોખ્ખુ રખાશેઃ પૂનમના રોજ ભાવિકોના પ્રવાહને ધ્યાને રાખી વધુ ૪૫૦ કર્મીઓની વ્યવસ્થા

પાલનપુર, તા.૨૦: આરાસુરી અંબાજી ખાતે પૂનમના રોજ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓની ઉમટયાની સંભાવનાને લઇ તંત્ર દ્વારા સાફ-સફાઇ સહીતની વ્યવસ્થા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યુ છે. શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે તંત્રએ ૫૯૮ સ્વચ્છતા સૈનિકોની ટીમ શહેરભરમાં ઉતારી છે.

સફાઇ કામની ઉપર ધ્યાન રાખવા સાત રૂટ બનાવવામાં આવ્યા છ. પૂનમે આવનાર ભકતોની સંખ્યાને ધ્યાનમાં રાખી વધુ ૪૫૦ સફાઇ કર્મીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. ૨૨મી સુધી સફાઇ વ્યવસ્થા સુદ્રઢ કરવા મંદિર ટ્રસ્ટ તરફથી ટીમોનું ગઠન કરવામાં આવ્યુ છે.

બનાસકાંઠા જીલ્લા કલેકટર અને અંબાજી દેવસ્થાનના ચેરમેન આનંદ પટેલના નિર્દેશથી પૂનમે સફાઇ કાર્યને લઇને આ વિશેષ યોજના બનાવાયેલ જે માટે સફાઇની ખાનગી એજન્સીઓને જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત સ્વચ્છતા સમિતિ પણ રચવામાં આવી છે.

(4:03 pm IST)