Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

હું કોઈને ગમતી નથી, ચિઠ્ઠી લખીને સગીરાએ ઘર છોડ્યું

પિતાને બહેન અને માતાને ભાઈ પસંદ છે : સગીરા : ચિઠ્ઠી મળતા પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

વડોદરા, તા.૧૯ : આજના ટીનેજર્સને સાચવવા બહુ જ મુશ્કેલ છે. તેઓ બહુ જલ્દીથી  હાઈપર થઈ જાય છે, આવામાં તેમને યોગ્ય ગાઈડન્સ આપવુ બહુ જ જરૂરી છે. વડોદરામાં એક એવો કિસ્સો બન્યો છે, જે સાંભળીને માતાપિતા પણ ચોંકી ઉઠ્યા. પરિવારથી નારાજ થયેલી સગીરાએ ચિઠ્ઠીમાં લખ્યુ હતું કે, પિતાને બહેન પસંદ છે, માતાને ભાઈ પસંદ છે. હું કોઈને ગમતી નથી, પછી મારે અહીંયાં રહેવાનો શું અર્થ? મને શોધવાનો પ્રયાસ ન કરતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા શહેર પાસે આવેલ એક ગામમાં એક પરિવાર રહે છે. પરિવારમાં માતા-પિતા અને ત્રણ સંતાનો છ. જેમાં બે દીકરીઓ અને એક દીકરી છે. જેમાં ૧૫ વર્ષની એક સગીર દીકરી પણ સામેલ છે. ૧૫ વર્ષની સગીરા અચાનક બે દિવસ પહેલા ઘરેથી બહાર નીકળી ગઈ હતી. તેણે ચિઠ્ઠી લખીને ઘર છોડ્યુ હતું. જેમાં લખ્યુ હતું કે, પિતાને બહેન પસંદ છે, માતાને ભાઈ પસંદ છે. હું કોઈને ગમતી નથી, પછી મારે અહીંયાં રહેવાનો શું અર્થ? મને શોધવાનો પ્રયાસ ન કરતા. આમ, તેણે પોતાનું ઘર પરિવાર સાથેની નારાજગી સાથે જણાવી હતી. આ ચિઠ્ઠી મળતા જ પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે શોધખોળ શરૂ કરી છે. જોકે, આ કિસ્સો દરેક માતાપિતા માટે ચેતવણીરૂપ કિસ્સો છે. જેમાં માતાપિતાએ સંતાનોને કેવી રીતે સાચવવા તે જાણી લેવુ બહુ જ જરૂરી છે.

(9:06 pm IST)