Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

યુવતી પર ફોટોગ્રાફર, વકીલ અને ડૉક્ટરે દુષ્કર્મ આચર્યું

આણંદના સાયબર ક્રાઈમમાં ફરિયાદ : યુવતીનાં નગ્ન ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપી અવાર નવર દુષ્કર્મ આચરતા હોવાની ઘટના બની

આણંદ,તા.૧૮ : આણંદ જિલ્લાની યુવતી સાથે પરિચય કેળવી ફોટોગ્રાફર, વકીલ અને ડોકટરે ભેગા મળીને યુવતીનાં નગ્ન ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપી અવાર નવર દુષ્કર્મ આચરતાા હોવાની ચકચારી ઘટના સામે આવી છે. આ બનાવ અંગે આણંદનાં સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી સમાજમાં પ્રતિષ્ઠીત ગણાતા તબીબ અને વકીલ દુષ્કર્મના આરોપમાં ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. આણંદ જિલ્લાનાં એક ગામમાં રહેતી યુવતી આજથી ચાર વર્ષ પૂર્વે લગ્ન પ્રસંગમાં ગઈ હતી. આ સમારંભ દરમિયાન ફોટોગ્રાફર પાસે પોતાનાં ફોટા પડાવ્યા હતા. આ ફોટાઓ મેળવવા માટે યુવતીએ આણંદનાં સંદીપકુમાર ચંદ્રશેખરને પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો. ત્યારબાદ સંદિપએ યુવતી સાથે મિત્રતા કેળવી હતી અને યુવતીનો અકસ્માત થતા સંદિપે આઠ હજાર રૂપિયાની મદદ પણ કરી હતી.

      દોઢ વર્ષ બાદ સંદીપે યુવતી સાથે અન્ય સાથે સંબધો હોવા બાબતે ઝધડો કર્યો હતો,અને તેણીની પાસે તાત્કાલીક આપેલા પૈસા પરત માંગ્યા હતા. જેથી યુવતીએ તેને પૈસા પરત આપી સંદીપ સાથે બોલવાનું બંધ કરી દીધું હતું. જો કે સંદિપ અવારનવાર યુવતીને રસ્તામાં મળીને હેરાન કરતો હતો. આ ધટના બાદ યુવતી આણંદનાં એસટી બસ સ્ટેન્ડમાં બેઠી હતી ત્યારે તેણીનાં મોબાઈલફોનમાં અમદાવાદનાં પ્રધ્યુમન ગોહીલે ફોન કર્યો હતો. પોતે એડવોકેટ તરીકે ઓળખ આપી હતી. નોકરીની જરૂર હોય તો કહેજે તેમ કહી મિત્રતા કરી હતી, ત્યારબાદ યુવતીએ સંદિપ પોતાની પાસે પૈસાની માંગણી કરી હેરાન કરતો હોવાની વાત પ્રધ્યુમનને કરી હતી. જેથી પ્રધ્યુમનએ સંદિપને કોન્ફરન્સમાં લઈને પૈસા આપી દઈશ તેમ કહેતા સંદિપે યુવતીને હેરાન કરવાનું બંધ કરી દીધું હતું.

     જો કે ત્યાર બાદ એડવોકેટ પ્રધ્યુમન ગોહીલે યુવતીને ફોન કરીને જણાવ્યું કે મે તારા વતી સંદીપને રૂપીયા આપી દીધા છે. તો તારે હવે મને મળવું જોઇએ તેમ કહી યુવતીને હોટલમાં મળવા માટે બોલાવી હતી. ત્યાર બાદ યુવતી પર બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. એડવોકેટ પ્રધ્યુમન ગોહીલે શરીરસબંધ બાંધતી વખતે મોબાઈલફોનમાં તેનો વિડીયો પણ ઉતાર્યો હતો. ત્યારબાદ પ્રધ્યુમન ગોહીલે યુવતીને ફરીવાર હોટલ આવવાનું કહેતા યુવતીએ આવવાની ના પાડી હતી. અગાઉ ઉતારેલો વિડીયો વાયરલ કરી દેવાની ધાક-ધમકી આપીતા યુવતીનો વિડીયો વાયરલ થવાની બીકે હોટલમાં ગઇ હતી. જયાં યુવતીનાં કપડા કાઢી નાખીને મોબાઇલમાં ફરી નગ્ન હાલતના ફોટા પાડ્યા હતા. તે વખતે અચાનક હોટલની રૂમના બાથરૂમમાંથી સંદિપ બહાર નીકળી યુવતીનો વિડીયો ઉતારવા લાગ્યો હતો. જેથી યુવતી તાત્કાલીક કપડા પહેરી ત્યાંથી નીકળી ગઇ હતી.

(9:07 pm IST)