Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

નાંદોદના માંગરોળ ગામેં સેવા સપ્તાહ નિમિત્તે વિદ્યાર્થીઓને નોટબુકો તથા સફાઈ અભિયાન માટે થેલીઓનું વિતરણ

નર્મદા જિલ્લાના માંગરોળ ગામના સેવાભાવી વ્યક્તિ મહેન્દ્ર ભાઈ પ્રજાપતિ સ્વખર્ચે વર્ષો થી લોકસેવા કર્યો કરે છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંગરોળ ગામમાં સેવા સપ્તાહ નિમિત્તે આજે વિદ્યાર્થીઓને નોટબુકોના વિતરણ સાથે સફાઈ અભિયાન માટે કાપડ ની થેલીઓનું પણ વિતરણ ગામના સેવાભાવી મહેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.જોકે વર્ષો થી સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા મહેન્દ્રભાઈ ગામે ગામ જઈ સ્વખર્ચે કાપડની થેલીઓ વિતરણ કરતા આવ્યા છે તેમણે આજે માંગરોળ ગામના બાળકો ને નોટબુકો નું વિતરણ કરી વધુ એક સારૂ સેવાકાર્ય કર્યું હતું.

  ઘણા વર્ષો થી આવા સેવાકાર્ય કરતા આવેલા વામનકદના મહેન્દ્રભાઈ પ્રજાપતિ પ્લાસ્ટિક મુક્ત ભારત ના સરકાર ના સંદેશ માટે સતત નિસ્વાર્થ ભાવે કાપડ ની થેલીઓ અવનવા સંદેશ સાથે વિનાલ્યે વિતરણ કરી નર્મદા જિલ્લામાં જાગૃતિ લાવવા પ્રયાસ કરી રહ્યા છે તેમના આ સેવાકાર્યને  ઠેર ઠેર થી સારો આવકાર પણ મળી રહ્યો છે ત્યારે પ્લાસ્ટિક નો ઉપયોગ નહિ કરી કાપડ ની થેલીઓ વાપરવા ના સંદેશ સાથે સતત ઝઝૂમતા મહેન્દ્રભાઇ ના આ સેવાકાર્ય થી આવનારા સમય માં નર્મદા જિલ્લાના લોકોમાં મોટી જાગૃતિ જરૂર આવશે તેમાં કોઈ બેમત નથી.

(9:08 pm IST)