Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

મદ્રિસણા ખાતે વિરમ બાપાના મંદિરે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ, બાળકોને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યુ

સેવા સપ્તાહ અંતર્ગત વિઠલાપુર ખાતે માસ્ક તથા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યુ

તસવીરઃ- ચૌતન્ય સતિષપ્રસાદ ભટ્ટ (રામપુરા), જગદીશ રાવળ (ટ્રેન્ટ)

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : સેવા સપ્તાહ અંતર્ગત મદ્રિસણા મુકામે રબારી સમાજના વિરમ બાપાના મંદિરે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત નાના બાળકોને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં લખુભા સોલંકી, નરેન્દ્રભાઈ પટેલ, રસિકભાઈ પટેલ, મહેન્દ્રસિંહ સોલંકી, કિરીટસિંહ  સોલંકી,  બટુકસિંહ સોલંકી, આનંદીબેન પટેલ, હેમાબેન પટેલ, પરબતજી ઠાકોર, જીતુભાઈ પટેલ મદ્રિસણા  સરપંચ સહિત ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
        સેવા સપ્તાહ ઉજવણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા માંડલ તાલુકાના વિઠલાપુર ખાતે માસ્ક તથા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં માંડલ ભાજપ સંગઠન હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(5:24 pm IST)
  • ગુજરાતમાં અધધધ ૧૨૯ ટકા વરસાદ પડી ગયો : ગુજરાતમાં આ સિઝનનો 129 ટકાથી વધુ વરસાદ પડી ગયાનું જાહેર થયું છે. access_time 2:38 pm IST

  • સુરેન્દ્રનગરની મુખ્ય સબજેલમાં ર૪ કેદીઓને કોરોના પોઝીટીવ : જેલર સહિત કર્મચારીઓમાં ફફડાટ : તમામને કોવિડ હોસ્પિટલમાં ખસેડાયા access_time 2:39 pm IST

  • રાજ્ય સભામાં શરમ જનક દ્રશ્યો સર્જાયા વિપક્ષી સભ્યો ગૃહમાં વેલ સુધી ધસી ગયા માઇક ખેંચી લેવાના પ્રયાસ, સાંસદ ડેરેક ચેરમેનની ખુરશી સુધી પહોંચી ગયા અને કાગળો ફાડ્યા, સાંસદોએ અધ્યક્ષના ટેબલ ઉપરના માઈક ખેંચી કાઢવા પ્રયાસ કર્યા, ગ્રુહને મુલતવી રાખવામાં આવેલ છે. access_time 2:39 pm IST