Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

વિરમગામ એપીએમસીના ચેરમેન તરીકે લખુભાઈ ચાવડાની બિનહરીફ વરણી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :

તસવીરઃ- રસીક કોળી (રૂપાવટી) વિરમગામ એ.પી.એમ.સી.ના ચેરમેન તરીકે સહકારી આગેવાન લખુભાઇ ચાવડાની શુક્રવારે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. તેઓ વિરમગામ એ.પી.એમ.સી.ના ચેરમેન ઉત્તરોતર પ્રગતી કરતા રહે તથા ખેડુતોના હિતના કામ કરતા રહે તેવી શુભેચ્છકો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. એપીએમસી વિરમગામ ખાતે વજુભાઈ ડોડીયા, રમેશભાઈ કોળી,  નવદીપભાઇ ડોડીયા, જગદીશભાઈ મેણીયા, ગીરીશભાઈ મોરી, ડાહ્યાભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરવાડ, જગદીશભાઈ કોળી, કનુભાઈ પટેલ, ભાઈરામભાઈ તળપદા,  અરજણભાઈ, કનુભાઈ કોળી, એપીએમસી ડિરેક્ટર્સ સહિત વિવિધ સમાજના સામાજિક અગેવાનોએ લખુભાઇ ચાવડાને અભિનંદન પાઠવ્યા હતા.

(5:23 pm IST)
  • જૂનાગઢ ખાતે ગિરનાર રોપ-વેનું કાર્ય પુરજોશમાં ચાલુ, પૂર્ણતાના આરે.. : બેક મહિનામાં એન્જીનીયરોએ સર્ટીફીકેટ આપ્યા પછી અને કેન્દ્ર સરકાર દ્વારા ચકાસણી થયા પછી ઉષા બ્રેકો કંપની ગિરનાર રોપ-વે શરૂ કરશે તેમ જાણવા મળે છે (વિનુ જોશી જૂનાગઢ) access_time 2:24 pm IST

  • અમેરિકાના ટેરે હૌટમાં યોજાયેલી કોલેજ પાર્ટીમાં ગોળીબાર : ઇન્ડિયાના સ્ટેટ યુનિવર્સીટીની 18 વર્ષીય છાત્રાનું મોત : 2 સ્ટુડન્ટ્સને ગંભીર ઇજા થવાથી હોસ્પિટલમાં દાખલ કરાયા access_time 6:48 pm IST

  • ઉકાઇ ડેમની જળસપાટીમાં સતત વધારો : જળસપાટી ૩૪૩ ફૂટે પહોંચી : ભયજનક સપાટીથી માત્ર બે ફૂટ દૂર : લોકોના નિચાણાવાળા વિસ્‍તારમાંથી દુર ખસી જવા તંત્રની અપીલ access_time 1:32 pm IST