Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

વિરમગામના ભોજવા જોગણી માતાજીના મંદિર અને દલિત મુક્તિધામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા ઉજવવામાં આવી રહેલ સેવા સપ્તાહ અંતર્ગત વિરમગામ વોર્ડ નંબર 1 ભોજવા જોગણી માતાજીના મંદિરે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત વિરમગામના દલિત મુક્તિધામ  ખાતે પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા વિરમગામના પૂર્વ ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલ, અમદાવાદ જિલ્લા ભાજપ મહામંત્રી  નવદીપભાઈ ડોડીયા, સુરેશભાઈ જેઠાભાઈ પટેલ, વિરમગામ સંગઠના મહામંત્રી હિતેશભાઈ મુનસરા,  સેવા સહકારી મંડળીના ચેરમેન ખુમાનસિંહ ઝાલા, રવિ સુરેન્દ્રસિંહ ઝાલા, અજય ગોલવાડીયા, નાનુભાઈ ગોલવાડીયા, મહેશભાઈ પરમાર, મહેન્દ્રભાઈ જાદવ તથા ભોજવા ગામના કાર્યકરો, જોગણી માતાજી મંદિરના સેવકો હાજર રહ્યા હતા.

(5:23 pm IST)
  • અમદાવાદ સિવિલ હોસ્પિટલની અનોખી પહેલ: દેશમાં સૌપ્રથમ વખત કોરોનાગ્રસ્ત મોટી ઉંમરના દર્દીઓ માટે જીરીયાટ્રીક વોર્ડ શરૂ : કોરોના વાયરસની ગંભીરતા જોતા મોટી ઉંમરના વયસ્ક દર્દીઓના સ્વાસ્થયની દરકાર કરીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા આ અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. access_time 2:26 pm IST

  • સુરેન્દ્રનગરની મુખ્ય સબજેલમાં ર૪ કેદીઓને કોરોના પોઝીટીવ : જેલર સહિત કર્મચારીઓમાં ફફડાટ : તમામને કોવિડ હોસ્પિટલમાં ખસેડાયા access_time 2:39 pm IST

  • દિલ્હીઃ કોરોનાને મ્હાત આપી આવતીકાલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ લોકસભામાં ઉપસ્થિત રહેશે. AIIMSમાં સારવાર બાદ શ્રી શાહ ડિસ્ચાર્જ થયા હતા. access_time 9:53 pm IST