Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

સાણંદના ધારાસભ્ય કનુભાઇ પટેલનું કમીજલા 48 કોળી પટેલ સમાજ વતી સન્માન કરાયું

વિઠલાપરા કન્યા વિદ્યાલય ખાતે કાર્યક્રમ યોજાયો

તસવીર- રસીક કોળી (રૂપાવટી)

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : સાણંદ - બાવળા વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ પટેલની અમદાવાદ જિલ્લા/મહાનગર પોલીસ કમ્પ્લેન ઓથોરીટીના સભ્ય તરીકે તાજેતરમાં નિમણૂક કરવામાં આવી છે. વિઠલાપરા કન્યા વિદ્યાલય ખાતે કમીજલા 48 કોળી પટેલ સમાજ વતી ધારાસભ્ય કનુભાઇ પટેલનુ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધીરુભાઈ પટેલ, રામજીભાઇ કોળી પટેલ, રમેશભાઈ કોળી પટેલ, ભક્તિરામભાઈ કોળી પટેલ, રાયમલભાઈ કોળી પટેલ, પોલાભાઈ પટેલ સહિત કમીજલા 48 કોળી પટેલ સમાજના આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(5:21 pm IST)