Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

રાજ્ય ના ૩૩ જીલ્લા ના ૧૩૪ તાલુકા મા મેઘમહેર : ઉચ્છલ, સુબીર અને ઉમરપાડા ૪ ઈંચ: જલાલપોર, ભરૂચ અને ગોંડલ ૩ ઈંચ વરસાદ ખાબક્યો

ઉકાઈ ડેમની જળ સપાટી સતત વધીને ૩૪૩.૫૭ ફૂટે પહોંચી

(જીતેન્દ્ર રૂપારેલિયા)વાપી: ચોમાસાની વિદાય ના ભણકારા વચ્ચે મેઘરાજા અવિરત મહેર વરસાવી રહ્યા છે જેને પગલે રાજ્યના ૩૩ જીલ્લાના ૧૩૪ તાલુકામા છેલ્લા ૨૪ કલાક મા ઝરમરથી ૪ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે

   એટલું જ નહીં ભારે વરસાદ અને નવા પાણીની આવક ને પગલે ડેમો અને જળાશયો ની જળસપાટી સતત વધી રહી છે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની જળ સપાટી સતત વધી ને આજે સવારે ૮ કલાકે ૩૪૩.૫૭ ફૂટે પહોંચી છે ડેમમા ૫૭૨૧૯ કયુસેક પાણીના ઈન્ફ્લો સામે ૩૯૭૫૮ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. 

 અત્રે ઉલ્લેખનીય છેકે ઉકાઈ ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફુટ છે. એટલે ઉકાઈ ડેમની જળ સપાટી ભયજનક સપાટીથી આશરે ૧.૫ ફુટ જ દૂર છે. વહીવટીતંત્ર સતત નજર રાખી રહ્યું છે.

     ફ્લડ કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમા રાજ્યના વિવિધ વિસ્તારમાં નોંધાયેલ વરસાદના મુખટવે આંકડા ને જોઈએ તો. ઉચ્છલ ૧૦૬ મિમી. સુબીર ૧૦૫ મિમી. ઉમરપાડા ૧૦૦ મિમી. જલાલપોર ૭૮ મિમી. ભરૂચ ૭૫ મિમી. ગોંડલ ૭૦ મિમી. નવસારી ૬૪ મિમી. સુરત સીટી ૫૮ મિમી. હાંસોટ ૫૫ મિમી. બારડોલી અને માંડવી ૫૧ મિમી વરસાદ નોંધાયેલ છે.

    આ ઉપરાંત ખાંભા ૪૯, જસદણ, કોટનાસંગણી અને ડભોઇ ૪૮ મિમી.વડોદરા અને ગણદેવી ૪૨ મિમી કઠલાલ અને સાગબારા ૪૦ મિમી. ખેરગામ ૩૯ મિમી. અંકલેશ્વર ૩૮ મિમી. વાગરા અને તિલકવાડા ૩૫ મિમી. હાલોલ, નાંદોદ અને વઘઇ ૩૪ મિમી. વાલિયા અને વાલોડ ૩૧ મિમી. તથા આણંદ ૩૦ મિમી વરસાદ નોંધાયેલ છે.

    જ્યારે વડાલી, ધોરાજી, વિસાવદર, છોટા ઉદેપુર,ડોલવણ અને દેડિયાપાડા ૨૮ મિમી. કુકરમુંડા અને ઓલપાડ ૨૭ મિમી. તથા કામરેજ ૨૫ મિમી વરસાદ નોંધાયેલ છે

     આ ઉપરાંત રાજ્યના ૯૬ તાલુકામા ૧ થી ૨૪ મિમી સુધીનો વરસાદ નોંધાયેલ છે આ લખાઈ રહ્યું છે ત્યારે એટલે કે સવારે ૧૦ કલાકે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટા પડી રહિયા છે.

(11:00 am IST)