Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ગુજરાતમાં વધતો ઝાડુનો વ્યાપ : ભાજપ અને કોંગ્રેસના નેતાકાર્યકરો સહીત આપમાં જોડાયા

ભાજપના ઉમેશ મકવાણા અને કોંગ્રેસ કિશાન સેલના મહામંત્રી રવિ પટેલ આપમાં જોડાયા

અમદાવાદ : ગુજરાતમાં હવે આમ આદમી પાર્ટી પોતાનો વ્યાપ વધારવામાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટીની નજર આગામી સમયમાં આવનારી નગરપાલિકા અને મહાનગર પાલિકાની ચુંટણી પર છે અને ત્યાર બાદ આવનારી વિધાનસભા ચુંટણી દરમિયાન પણ ઝંપલાવવાની ઈચ્છા હોવાનું સામે આવી રહ્યું છે.

આજે આમ આદમી પાર્ટીના ભાજપ અને કોંગ્રેસના ૨ કાર્યકર્તાઓ જોડાયા છે. બીજેપીમાં ૨૦ વર્ષથી વધારે સમયથી કામ કરનાર અને ભાવનગર સાંસદ ભારતી બેન શિયાળ સાથે કામ કરનાર ઉમેશ મકવાણા અને કોંગ્રેસ કિશાન સેલના મહામંત્રી રવિ પટેલ આપમાં જોડાયા છે.

ઉમેશ મકવાણા કહી રહ્યા છે કે બીજેપીમાં હવે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે તો કોંગ્રેસ માંથી આવેલા નેતાઓને સીધા મંત્રી બનાવી દેવામાં આવે છે. તો કોંગ્રેસ માંથી આવેલા રવિ પટેલ કહી રહ્યા છે કે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સાંઠગાંઠ છે જેના કારણે કોંગ્રેસની સરકાર છેલ્લા ૨૮ વર્ષથી આવતી નથી હવે તેમની દોસ્તી ઉઘાડી પાડવામાં આવશે

(12:43 am IST)
  • અમદાવાદ સિવિલ હોસ્પિટલની અનોખી પહેલ: દેશમાં સૌપ્રથમ વખત કોરોનાગ્રસ્ત મોટી ઉંમરના દર્દીઓ માટે જીરીયાટ્રીક વોર્ડ શરૂ : કોરોના વાયરસની ગંભીરતા જોતા મોટી ઉંમરના વયસ્ક દર્દીઓના સ્વાસ્થયની દરકાર કરીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા આ અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. access_time 2:26 pm IST

  • મેઘાલયમાં ભૂકંપ : મેઘાલયમાં 'તુરા'થી ૮૦ કિલોમીટર ઉત્તર તરફ ૩.૮ રિક્ટર સ્કેલનો ભૂકંપનો આંચકો આવ્યો છે. access_time 10:37 pm IST

  • મુંબઈમાં મોડી સાંજથી દે-ધનાધન વરસાદ પડે તેવી સંભાવના : મુંબઈ આજે સાંજે ૭ થી ૧૨ વચ્ચે બે ઇંચ જેવો ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની પૂરી સંભાવના હોવાનું જાણીતા વેધર વોચર કેન્ની તેમના ટ્વિટર હેન્ડલ પર જણાવે છે ખાસ કરીને દ. મુંબઈમાં વરસાદની અસર વધુ જોવા મળશે. access_time 2:38 pm IST