Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

પિતરાઈ ભાઈઓના બેફામ ખર્ચાએ 15 લાખની ચોરીનો ભાંડો ફૂટ્યો: કાવી પોલીસે મુદ્દામાલ સાથે ધરપકડ કરી

બેફામ ખર્ચાઓ કરવા માંડતા કાવી પોલીસને બંનેએ કંઈક કાળુંધોળું કર્યું હોવાની શંકા

લોકડાઉન દરમ્યાન જંબુસરના દહરી સ્થિત સોલાર એનર્જીના બંધ યુનિટમાંથી રૂપિયા 15 લાખની સોલાર પ્લેટની ચોરી કરનાર ત્રણ સ્થાનિકો પૈકી 2 લોકોની કાવી પોલીસે ધરપકડ કરી છે. છેલ્લા કેટલાક સમયથી આરોપી બે પિતરાઈ ભાઈઓના ખર્ચા વધતા પોલીસને શંકા ગઈ હતી. જેના આધારે તપાસમાં ભાંડો ફૂટ્યો હતો. કાવી પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા બે પિતરાઈ ભાઈઓ દીક્ષિત પટેલ અને હેતલ પટેલ ચોરીની મોટી ઘટનાને અંજામ આપી બેફામ ખર્ચાઓ કરવા માંડતા કાવી પોલીસને બંનેએ કંઈક કાળુંધોળું કર્યું હોવાની શંકા થઈ હતી.    

  બાતમીદારો દ્વારા તપાસ કરતા દિક્ષિત પટેલના ખેતરની ઓરડીમાં સોલાર પ્લેટોનો મોટો જથ્થો હોવાનું પણ જાણવા મળ્યું હતું. કાવી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા દહેરીમાં સોલાર એનર્જી પ્લાન્ટમાંથી પણ મોટાપાયે સોલાર પ્લેટોની ચોરી થઈ હોવાનું પોલીસના ધ્યાન ઉપર હતું.જેથી બંને મામલાઓની કડીઓ ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે જોડાયેલી હોવાનો ઈશારો મળતા દીક્ષિતની અટકાયત કરી પૂછપરછ શરુ કરાઈ હતી. દીક્ષિતે પોલીસ સમક્ષ ગુનાની કબૂલાત કરી લોકડાઉન દરમ્યાન બંધ રહેલ સોલાર પાવ પ્રોજેક્ટમાંથી દીક્ષિતે તેના ભાઈ હેતલ અને સલીમ જાદવની મદદથી ૨૪૧ સોલાર પ્લેટોની ચોરી કરેલી હોવાનું કબૂલાત કરી હતી. દીક્ષિતની માહિતીના અર્ધ પોલીસે હેતલની પણ ધરપકડ કરી લીધી હતી જયારે સલીમ નાસી છૂટ્યો છે. દીક્ષિતના ખેતરમાં તપાસ કરતા ૧૧૭ પ્લેટો પણ મળી આવી હતી. પોલીસે બંને પિતરાઈ ભાઈઓની ધરપકડ કરી ફરાર ત્રીજા આરોપીની શોધખોળ શરુ કરી છે.

(2:06 pm IST)