Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

અમદાવાદ ખાતે મોડી રાતે નશામાં ધૂત વિફરેલા પ્રેમીનું પરાક્રમ : નારાજ પ્રેમિકાના ઘરે જઇ તેની બહેનને બાહોમાં લીધી : પોલીસ સ્ટેશને મામલો જતા આરોપીએ ત્યાં કાચ ફોડ્યો : બન્ને પક્ષ દ્વારા ફરીયાદ : આરોપી પ્રેમીએ પ્રેમિકાના ભાઇએ ઘરે બોલાવી છરી માર્યાનો આક્ષેપ કર્યો

અમદાવાદ : મોડી રાત્રે નશામાં ધૂત વિફરેલા પ્રેમીએ મોટુ પરાક્રમ કર્યુ હતું. નારાજ પ્રેમિકાના ઘરે જઇ તેની બહેનને બાહોમાં લીધી હતી. આથી પોલીસ સ્ટેશને મામલો લઇ જતા આરોપી ત્યાં કાચ ફોડી નાખ્યો હતો. બન્ને પક્ષ દ્વારા પોલીસ ફરીયાદ કરાઇ હતી. આરોપી પ્રેમીએ પ્રેમિકાના ભાઇએ ઘરે બોલાવી છરી માર્યાનો આક્ષેપ કર્યો હતો.

ઘાટલોડિયાના ચાણક્યપુરી ખાતે રહેતા અક્ષય મકવાણા અને પાયલ (નામ બદલ્યું છે) વચ્ચે પ્રેમ સબંધ હતા. જો કે અક્ષય મકવાણા પર પોલીસ કેસ થતાં પાયલે પ્રેમ સબંધ પૂરો કરી નાખ્યો હતો. અન્ય યુવક સાથે પાયલે લગ્ન કર્યા હતા. જો કે અક્ષય સતત પાયલ માટે તલપાપડ રેહતો અને તેના લગ્નથી નારાજ હતો.

શુક્રવારે વિફરેલો અક્ષય મોડી રાત્રે પ્રેમિકા પાયલના ઘરે પહોંચ્યો હતો. અક્ષયે મોબાઈલ ફોનમાં ગેમ રમતી પાયલની બહેનને તારી બહેન મારી સાથે કેમ નથી બોલતી તેમ કયું હતું. પાયલની બહેને જવાબ આપ્યો મારી બહેન જેવી તેવી નથી. ઉશ્કેરાયેલા અક્ષયે પાયલની બહેનને બાહોપાશમાં લઈ છાતી પર હાથ ફેરવ્યો હતો. બુમાબુમ થતાં પાયલ સહિતના લોકો દોડી આવ્યા હતા.

સોલા પોલીસ સ્થળ પર પહોંચી અને બંને પક્ષને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. સોલા પોલીસ સ્ટેશનમાં નશામાં ધૂત અક્ષયે પીએસઓના ટેબલ આગળ લાગેલા કાચ પાર માથું પછાડી કાચ ફોડી  નાંખ્યા હતા. પોલીસે અક્ષયને પકડી પ્રોહીબિશનનો ગુનો તેમજ છેડતીનો અલગથી ગુનો એમ બે ફરિયાદ નોંધી હતી.

જ્યારે સામા પક્ષે અક્ષયની ફરિયાદ આધારે પાયલના ભાઈ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.  અક્ષયની ફરિયાદ મુજબ પાયલના ભાઈએ તેણે ઘરે બોલાવ્યો હતો. પાયલ સાથે સબંધ ના રાખવા ધમકી આપી ચાકુ માર્યું હતું. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

(11:38 pm IST)