Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

સુરતમાં ર ટીઆરબી જવાનો એક વાયરલ વિડીયોમાં એક ટેમ્પો ચાલકને મારમારી રહ્યા હોવાનું દેખાય છે : હજુ સુધી કોઇ કાર્યવાહી કરાઇ નથી : ટ્રાફિક સાથે જોડાયેલા ટ્રાફિક બ્રિગેડના જવાનો સતત વિવાદમાં આવી રહ્યા છે

સુરત : અત્રેના ટીઆરીબ જવાનો એક વાઇરલ વિડીયોમાં એક ટેમ્પો ચાલકને મારમારી રહ્યા હોવાનું દેખાઇ રહ્યું છે. જો કે તંત્રએ હજુ સુધી અંગે કોઇ કાર્યવાહી કરાઇ નથી. અત્રેના ટ્રાફિક બ્રિગેડના જવાનો સતત વિવાદમાં આવી રહ્યા છે.

સુરત શહેરમાં ટ્રાફિક સંચાલનની જવાબદારી નિભાવતા ટીઆરબીના જવાનો સતત વિવાદોમાં આવી રહ્યા છે, ક્યારેક રૂપિયા પડવાવાનો વિડીયો તો ક્યારેક ગેરવર્તણૂકનો વિડીયો વાયરલ થતો હોય છે. ત્યારે સુરતના સિંગણપોર વિસ્તારમાં રસ્તાની વચ્ચે પોતાની બાઈક ઉભી રાખી ટેમ્પાને અટકાવી તેના ચાલકને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના ત્યાં મુકેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જો કે હાલ આ ટીઆરબી જવાન કોણ છે તે અંગે કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી રહી નથી.

જો કે ઘટના અંગે કહેવામાં આવી રહ્યું છે, કે ટ્રાફિક વિભાગ દ્વારા નિયમોનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે ખાસ ટીમ બનાવવામાં આવી છે, આ ટીમમાં આ બન્ને ટીઆરબી જવાન  ફરજ બજાવે છે. એક પોઇન્ટ પર આ જવાનો હતાં ત્યારે ટેમ્પોને અટકાવવા માટે ચાલકને ઈશારો કર્યો હતો.

જો કે તેને ટેમ્પો અટકાવ્યો ન હતાં, ઉલ્ટાનનું ટ્રાફિક જવાનોને અપશબ્દો બોલી ભાગી ગયો હતો. જેથી તેને પીછો કરી ટીઆરબી જવાનોને પકડી માર માર્યો હતો. જોકે ટેમ્પો ચાલક ખોટો હોય તો પણ ટીઆરબી જવાનોને આ રીતે મારવાનો હક નથી, તેઓ કાયદેસરની કાર્યવાહી કરી શક્યા હોત.

(11:38 pm IST)