Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ડીસાના બુરાલ અને ખીમત વચ્ચે અજાણ્યા વાહને ટક્કર મારતા જીપમાં સવાર પાંચ લોકો ઘાયલ

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે ખીમત બુરાલ હાઇવે પરથી પસાર થતી એક કમાન્ડર જીપને અજાણ્યો વાહન ચાલક ધડાકાભેર ટક્કર મારી અકસ્માત સર્જતાં જીપમાં સવાર પાંચેક મુસાફરોને ગંભીર ઇજાઓ થવા પામી હતી જો કે અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો અકસ્માતના પગલે જીપમાં સવાર પાંચેક મુસાફરોને નાની મોટી ઇજા ઓ થતા દોડી આવેલા લોકોએ સારવાર અર્થે તમામ ને 108 મોબાઈલ વેન મારફત પ્રથમ ડીસા સિવિલ અને બાદમાં પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા .બાદમાં દોડી આવેલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(9:54 pm IST)