Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

મહેસાણામાં બપોર બાદ ધોધમાર વરસાદ : અચાનક વાતાવરણમાં પલટો : વરસાદ પડતા ગરમીમાં રાહત

આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો

મહેસાણા : શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીમાં વધારો થયો હતો અને અસહ્ય ઉકળાટ વધી ગયો છે.ત્યારે આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટોએ આવતા ધોધમાર વરસાદ વરસ્યો હતો બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને ધોધમાર વરસાદ આવ્યો હતો.

    મહેસાણામાં  સાંજે ચાર વાગે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો વરસાદ આવતાંં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને રમીમાંથી મોટી રાહત મળી હતી. બે દિવસની આગાહી મુજબ વરસાદ ફરી વરસી રહ્યો છે. મહેસાણાના રહેવાસીઓને ગરમ વાતાવરણમાંથી છુટકારો મેળવ્યો હતો. ખેડૂતોમાં પણ એક ખૂશીની લહેર જોવા મળી રહી છે. ચોમાસામાં સારો વરસાદ પડવાથી ખેડૂતોમાં આનંદ જોવા મળે છે.

(8:56 pm IST)