Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

કડીની હોટલમાંથી કુટણખાનું ઝડપાયું : ડમી ગ્રાહક મોકલીને મહિલા સંચાલિત દેહવિક્રયના ધંધાનો DYSP વણઝારાની ટીમે કર્યો પર્દાફાશ : ચારની અટકાયત

મહિલા વોટ્સએપ પર ગ્રાહકોને ફોટા મોકલી યુવતી સાથે ગોઠવણ કરી આપતી હતી

કડી: કડીની એક હોટલમાંથી કુટણખાનું ઝડપાયું છે એક મહિલા વિવિધ સ્થળનો ઉપયોગ કરી દેહવિક્રયનો ઘંઘો ચલાવતી હોવાનું પોલીસના ધ્યાને આવતા મહેસાણા પોલીસે ડમી ગ્રાહક મોકલી દરોડો પાડતા દેહવિક્રયના ધંધાનો પર્દાફાશ થયો છે. ડીવાયએસપી મંજીતા વણઝારાની ટીમે કડીની હોટલ પરથી દેહવિક્રય ચલાવતી મહિલા સહિત ચારની અટકાયત કરી છે. સંચાલક મહિલા વોટસએપ ઉ૫ર ફોટો મોકલી ગ્રાહકોને જે તે યુવતી સાથે સંપર્ક કરાવી આપતી હતી

 આ અંગે મળતી વિગત મુજબ મહેસાણા જીલ્લાના કડીની એક હોટલમાં મહિલા ઓપરેટર કુટણખાનું ચલાવતી હોવાની બાતમી મળતા મહેસાણા પોલીસના કર્મચારીઓ સાથે ડીવાયએસપી મંજીતા વણઝારાએ ડમી ગ્રાહક મોકલી રેડ કરી હતી. જેમાં મહિલા દ્વારા મહિલાનું શોષણ કરી ગેરકાયદેસર રીતે ચાલતી પ્રવૃતિનો પર્દાફાશ થયો છે. પોલીસે ત્રણ મહિલાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

   સુત્રોએ જણાવ્યુ હતુ કે, કુટણખાનું ચલાવતી સીમા મકવાણા પંથકના ગ્રાહકોને વોટસએપ ઉપર યુવતિઓના ફોટા મોકલતી હતી. જેમાં જે વ્યક્તિ તૈયાર થાય તેઓને સમય અને સ્થળ બતાવી યુવતિ સાથે ગોઠવણ કરાવતી હતી. આવી પ્રવૃત્તિ કડી શહેરના અલગ-અલગ સ્થળે કરતી હોવાથી મહેસાણા પોલીસે ચોક્કસ બાતમી બાદ સીમા મકવાણાને રંગેહાથે ઝડપી પાડી છે.

(8:54 pm IST)