Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નને લઈને વિરમગામ વેપારી એસો, અને વિવિધ મંડળો દ્વારા શનિવારે વિરમગામ બંધનું એલાન

ટાવર ચોકથી વિશાળ રેલી યોજીને તાલુકા સેવાસદન ખાતે મામલતદાર અને પ્રાંતને આવેદન અપાશે

 વિરમગામ: વિરમગામ શહેરની પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નને લઈને વિરમગામ વેપારી એસોસીએશન મંડળો દ્વારા શનિવારે વિરમગામ બંધનું એલાન આપવામાં આવ્યું છે

  . વિરમગામ શહેરના ઉબડખાબડ જર્જરિત રોડ રસ્તા, ઉભરાતા ભૂગર્ભ ગટરના પાણી, દુષિત પીવાનું પાણી, રખડતા ઢોર, બેફામ ગેરકાયદે દબાણ ના વિરોધમાં વિરમગામ વેપારી એસોસિયેશનો અને સામાજિક સંસ્થાઓ, યુવા શક્તિ ગૃપ દ્વારા તારીખ-21/09/19ને શનિવારના રોજ સ્વયંભૂ બંધનું એલાન આપવામાં આવ્યું છે.    

       વિરમગામ શહેર ના ટાવર ચોક વેપારી એસોસિયેશન, ભરવાડી દરવાજા વેપારી એસોસિએશન, મિલ રોડ વેપારી એસોસીએશન, બોરડી બજાર વેપારી એસોસિયેશન સહિત અન્ય વેપારી એસોસીએશન, એપીએમસી વેપારી એસોસિયેશન, વિવિધ સામાજિક સંગઠનો તેમજ યુવા શક્તિ ગ્રુપના દ્વારા 21 સપ્ટેમ્બર શનિવારના રોજ વિરમગામ બંધનું એલાન આપવામાં આવેલ છે. તેમજ 10:00 ટાવર ચોક થી વેપારીઓ નગરજનો દ્વારા વિશાળ રેલી યોજી તાલુકા સેવા સદન ખાતે વિરમગામ મામલતદાર અને પ્રાંતને આવેદનપત્ર આપવામાં આવશે અને આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવામાં આવશે તેવુ જાણવા મળ્યું છે.

(8:26 pm IST)