Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

પીએમ મોદીના જન્મદિન નિમિતે સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

સર્વરોગ નિદાન કેમ્પમાં ૪૦૪ દર્દીઓની તપાસ કરીને જરૂરી સલાહ સુચન અને સારવાર નિઃશુલ્ક અપાઈ

 વિરમગામ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહ અંતર્ગત સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે ડોક્ટર સેલ અને યુવા મોરચા દ્વારા તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ તથા સામુહિક આરોગ્ય કેન્દ્રના સહકારથી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ વિભાગોમાં નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓની તપાસ કરી સલાહસૂચન અને નિશુલ્ક સારવાર આપવામાં આવી હતી

  . બાલ સેવા કેન્દ્ર ખાતે બાળકોને ફ્રૂટ વિતરણ અને સામુહિક આરોગ્ય કેન્દ્રના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ આર.સી. પટેલ, પૂર્વ ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલ, જીગીશાબેન શાહ, રીનાબેન પંડ્યા, નવદિંપસિંહ ડોડીયા, નરેશભાઇ શાહ, કિરીટસિંહ ગોહિલ, પુષ્કરભાઇ સાધુ, રમેશભાઇ કો. પટેલ, લખુભા મોરી, સુરેશભાઇ પટેલ, સંગઠનના હોદ્દેદારો, પદાધીકારીઓ, કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, સા.આ.કેન્દ્ર અધિક્ષક ડો.દિવ્યાંગ પટેલ સહિત વિરમગામ તાલુકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવીને સર્વરોગ નિદાન કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો.

       વિરમગામના તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે આયોજિત સર્વરોગ નિદાન કેમ્પમાં ૧૮૧ પુરૂષો, ૨૨૩ મહિલાઓ સહિત ૪૦૪ દર્દીઓએ લાભ લીધો હતો. આ સર્વરોગ નિદાન કેમ્પમાં તમામ દર્દીઓની રોગ પ્રમાણે નિષ્ણાંત તબીબી દ્વારા આરોગ્ય તપાસ કરીને જરૂરી સલાહ સુચન અને સારવાર નિઃશુલ્ક આપવામાં આવી હતી. જરૂરીયાત મુજબ દર્દીઓની લેબોરેટરી તપાસ  અને એક્સ રે ની તપાસ કરવામાં આવી હતી.

(7:29 pm IST)