Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

અમદાવાદ જીલ્લાના માંડલમા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમ યોજાયા

વકૃત્વ સ્પર્ધા, નુંત્ય જેવા વિવિધ કાર્યક્રમો: વિજેતાઓને પુરસ્ક્રુત કરાયા

 વિરમગામ: અમદાવાદ જીલ્લાના માંડલ તાલુકામાં ભારત સરકારના મહિલા અને બાળવિકાસ મંત્રાલયના ખોરાક અને પોષણ વિભાગ તરફથી રાષ્ટ્રીય પોષણ માસ ૨૦૧૯ અને સ્વછભારત મિશનની ઉજવણીના ભાગ રૂપે વકૃત્વ સ્પર્ધા, નુંત્ય જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

  . આ કાર્યક્રમમાં માંડલના સિ.ડી.પી.ઓ મીતાબેન જાની અને ખોરાક પોષણ વિભાગમાંથી ઓફીસ ઇન્ચાજૅ રાકેશભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.  તેઓએ જીવંત વાનગી નિદર્શન કર્યું સાથે જ વિજેતાઓને પુરસ્કૃત કર્યા હતા. પ્રોગ્રામના અંતે સ્વચ્છતાની શપથ લઈને કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી હતી.

(6:58 pm IST)