Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ચાણસ્મા તાલુકાના ગામડાઓના સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયતના વિકાસ આયોજન (GPDP) માટે તાલુકા લેવલે તાલીમ કાર્યક્રમ યોજાયો

રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી ગ્રામીણ વિકાસના કાર્યકમો : અધિકારીઓ અને પદાધિકારીઓની કાર્યશિબિર

પાટણ : ગામડાઓના વિકાસ માટે કાર્યરત ગ્રામ પંચાયતોના તમામ સરપંચો તથા તલાટી કમ મંત્રી  તેમજ સરકારી અધિકારીઓ સાથે ગ્રામીણ વિકાસ ના એક અભિન્ન અંગ ગણાતા ગ્રામ પંચાયત વિકાસ આયોજન GPDP બાબતે ચાણસ્મા તાલુકા પંચાયત દ્વારા તાલીમ કાર્યક્રમ યોજાયો હતો

   પાટણ જિલ્લા વિકાસ અધિકારી પારેખના માર્ગદર્શનમાં ચાણસ્મા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી એજાજ રાજપુરા નાયબ તાલુકા વિકાસ અધિકારી યશવંતભાઈ પટેલની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત ચાણસ્મામા ગ્રામ પંચાયત વિકાસ આયોજન (GPDP) અંગે આ આયોજનમાં સંબંધિત તમામ  અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું

  આ કાર્યક્રમની શરૂઆત મા આજની આ કાર્યશાળાનો હેતુ સમજાવી કાર્યક્રમની શરૂઆત કરેલ ત્યારબાદ જેમા gpdp ની શરૂઆત જરૂરિયાત અને ગ્રામ્ય કક્ષાએ gpdp નું મહત્વ સમજાવેલ ત્યારબાદ કાર્યક્રમમાં રિલાયન્સ ફાઉન્ડેશનના વર્ષાબેન મેહતા દ્વારા આપણુ ગામ આપણુ આયોજન અને આપણા ગામ  ને સારૂ બનાવવા માટે આદર્શ જી પી ડી પી બનાવવા બાબતે પ્રેઝન્ટેશન રજૂ કરવા સાથે આ પ્રક્રિયામાં  થયેલા  અનુભવોની  વિગતવાર  માહિતી અને માર્ગદર્શન આપેલ હતું

   વિમલભાઈ ચૌધરી દ્વારા કાર્યશાળામાં ગ્રામ પંચાયત વિકાસ આયોજન માં સરપંચ અને તલાટી તથા ફ્રન્ટલાઈન વર્કર સારી રીતે ભૂમિકા ભજવી શકે તે માટે માહિતગાર કરવામાં આવ્યા અને ગ્રામ પંચાયત વિકાસ આયોજન ની પ્રક્રિયા ની  વિસ્તૃત  માહિતી આપવામાં આવી હતી. આ કાર્યશાળામાં gpdp  બનાવ્યા બાદ  તેના કારણે થતાં ફાયદાઓની ચર્ચા કરી જીપીડીપી ના અનુભવો નું આદાન પ્રદાન કર્યું હતુ.

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા રાધનપુર તાલુકાના પાંચ ગામો મા ચાલતા ધન કચરાના નિકાલ અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે થયેલ કામગીરી ની વિડીયો ફિલ્મ બતાવી અને પંચાયત દ્વારા આવા કામો કરી બીજા ગામો ને પ્રેરણા આપવા જણાવેલ  હતું  રીલાયન્સ ફાઉન્ડેશન માહિતી અને માર્ગદર્શન દ્વારા સમસ્યા નિવારણ અને ગ્રામ વિકાસ માટે હંમેશા કાર્યરત છે

આ કાર્યશાળાના પ્રથમ તબક્કામાં સરપંચ તલાટીઓ સાથે મીટીંગ યોજાઈ  હતી બીજા તબક્કામાં તાલુકા કક્ષાએ અલગ-અલગ વિભાગો ના પ્રથમ હરોળના  અધિકારીઓ સાથે મીટીંગ કરેલ  હતી

આ કાર્ય શાળા માં તાલુકા વિકાસ અધિકારી, નાયબ તાલુકા વિકાસ અધિકારી  માંસુભાઈ નીમેસભાઈ તેમજ ચાણસ્માના મામલતદાર ચૌહાણ તેમજ રીલાયન્સ ફાઉન્ડેશનના વિમલભાઈ ચૌધરી અને 25 સરપંચ 42 તલાટીઓ વિવિધ વિભાગના 22 ફ્રન્ટલાઈન વર્કર મળી કુલ 95 લોકો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવેલ.હતો

વ્રજલાલ રાજગોરની યાદીમાં જણાવેલ કે આગામી દિવસસો મા બાકીના તાલુકા ઓ માં પણ આ પ્રકારે જાગૃતિ લક્ષી તાલીમ નુ આયોજન કરી પાટણ જિલ્લાના વિકાસમાં રિલાયન્સ ફાઉન્ડેશન પણ પોતાનું યોગદાન આપશે

(6:53 pm IST)