Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

પાલનપુરમાં જમીન વિવાદ મામલે બે જૂથ આમને-સામને : ભયનો માહોલ :DYSP સહિતનો પોલીસ કાફલો પહોંચ્યો

સિમલા ગેટ વિસ્તારમાં બે જૂથના ટોળા વચ્ચે ઘર્ષણથી અફરાતફરી

પાલનપુર:  શહેરમાં જમીન વિવાદ મામલે બે જૂથ સામસામે આવી જતા ભયનો માહોલ સર્જાયો હતો. બે જૂથ વચ્ચે ટકરાવને લઈને ભાગદોડ મચી ગઇ હતી. સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાતા ડીવાયએસપી સહિતનો પોલીસ  કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

 આ અંગે મળતી વિગત મુજબ બનાસકાંઠા જીલ્લાના પાલનપુર શહેરના શિમલાગેટ વિસ્તારમાં બપોરે સામાન્ય વાતચીત બાદ બે ટોળા આમને-સામને આવી ગયા હતા. બે જૂથ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી જમીનનો વિવાદ ચાલતો હોવાથી શુક્રવારે બપોરે હોબાળો મચી ગયો હતો. બે જૂથ વચ્ચેના ઘર્ષણથી વાતાવરણ ગરમાતા અચાનક બબાલ શરૂ થઇ હતી. વિસ્તાર અન્ય લોકો માટે અફરાતફરી અને ભયનું વાતાવરણ બનતા પોલીસ સુધી માહિતિ પહોંચી હતી.

સમગ્ર મામલે પાલનપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. ઘટનાને પગલે રહીશોમાં જમીન વિવાદનો મામલો ચર્ચામાં આવ્યો હતો. સ્થાનિકોએ અસામાજીક તત્વો સામે કડક હાથે કામ લેવા અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા પોલીસ સમક્ષ અપેક્ષા કરી હતી.

(6:47 pm IST)