Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

થરાદ પંથકમાં કૃષિ લોન આપવાના નામે ઉઘરાણા કરતો વચેટિયા કથિત એજન્ટને ખેડૂતોએ દબોચ્યો

ખેડૂતોએ શખસને દબોચી લીધો હોવાનો વિડીયો વાયરલ થતા ચકચાર

થરાદ પંથકમાં ખેડૂતોને કૃષિની જમીન ઉપર લોન અપાવવાના બહાને રૂપિયાના ઉઘરાણા કરતા કથિત એજન્ટને ખેડૂતોએ દબોચ્યો હતો  ખેડૂતોને કાગળો અને પ્રક્રિયામાં મદદરૂપ થવાના બહાને એક શખસ લોન સામે પૈસા પડાવતો હતો. આ દરમિયાન છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર રકમની માંગણી થતા બધા ખેડૂતો એકઠા થઈ આ શખ્શને ઝડપી લીધો હતો.

  વચેટીયાની ભૂમિકા સ્પષ્ટ કરવા ખેડૂતોએ બેન્કને પૂછતા હાથ અધ્ધર કર્યા છે. ખેડૂતોએ શખસને દબોચી લીધો હોવાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.

   બનાસકાંઠા નજીકના થરાદ તાલુકાના રાહની બરોડા ગ્રામીણ બેંકમાં લોનની ફાઈલ દીઠ ઉઘરાણુ થતું હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે. ધાનેરાનો કથિત એજન્ટ ખેડૂતો પાસેથી લોનના બદલામાં મોટી રકમ ઉઘરાવી ગેરકાયદેસર સેટીંગ કરી નાણાં પડાવતો હતો. ખેડૂતોને જમીન ઉપર કાયદેસરની લોન મળતી હોવા છતાં  કાગળો તૈયાર કરવા અને બેન્કની પ્રક્રિયામાં મદદરૂપ થવા કોઈના આશિર્વાદથી વચેટીયો ભૂમિકા ભજવતો હતો. જેમાં નાની રકમની લોન સામે પૈસા પડતાવતા ખેડૂતો લાલઘૂમ બન્યા હતા.

(6:40 pm IST)