Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

આણંદ: જુદા-જુદા શહેરમાં ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરીના ગુનાહમાં સંડોવાયેલ રીઢા ચોરને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી કાર્યવાહી હાથ ધરી

આણંદ: વિદ્યાનગર, વડોદરા તેમજ અન્ય શહેરોમાં ઘરફોડ ચોરી અને વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા ચોરને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો હતો. તેની પાસેથી ગણેશીયું, પકકડ, હથોડી સહિતના સાધનો મળી આવ્યા હતા. વડોદરાની અરજડી મીલ પાસે પેટ્રોલિંગ દરમ્યાન પોલીસે રીઢા ચોર અમિત ઉર્ફે શ્યામ નવીનભાઇ સાપરીયા (રહે. શુભ રેસીડેન્સી, ડભોઇ રોડ)ને ઝડપ્યો હતો. તેની પાસેથી બાઇક તેમજ ચોરી કરવાના સાધનો કબજે લેવાયા હતા.

આરોપીની તપાસ દરમ્યાન તેણે આણંદ, વિદ્યાનગર, વડોદરા, સુરત સહિતના અનેક સ્થળોએ ૪૦થી વધુ ચોરીઓના બનાવમાં સંડોવાયેલો હોવાની વિગતો ખૂલી છે. અગાઉ પણ પોલીસના હાથે ઝડપાયેલ અમિત સાપરીયા બે વખત પોલીસને ચકમો આપીને નાસી છૂટયો હતો. ક્રાઇમ બ્રાન્ચે વધુ પૂછપરછ હાથ ધરી છે.

(6:11 pm IST)