Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

સુરત: બોમ્બે માર્કેટની દુકાનમાં 9 મહિનાથી ટુકડે ટુકડે સાડીઓની ચોરી કરનાર સેલ્સમેનનો ભાંડો સીસીટીવી ફૂટેજના આધારે ફૂટ્યો: 5 લાખની ચોરીની સાડી સાથે પોલીસે ધરપકડ કરી

સુરત:બોમ્બે માર્કેટની દુકાનમાં 9 મહિનાથી ટુકડે-ટુકડે સાડીઓની ચોરી કરનાર સેલ્મેનનો ભાંડો CCTV કેમેરાના કંટ્રોલના કર્મચારીની સતર્કતાથી ફુટી ગયોહોત. કુલ રૃા.5 લાખની સાડી ચોરનાર યુવાનની વરાછા પોલીસે ધરપકડ કરી છે.
 

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ પાટણના વતની અને સુરતમાં સુમુલ ડેરી રોડ બરફીવાલા કાલેજની સામે સહયોગ સોસાયટી મકાન નં.54 માં રહેતા પ્રકાશભાઈ બાબુભાઈ પ્રજાપતિ વરાછા ઉમરવાડા સ્થિત બોમ્બે માર્કેટમાં વિજયદીપ સિલ્ક પેલેસના નામે સાડીની દુકાન ધરાવે છે. તેમની દુકાનમાં છેલ્લાં ત્રણ વર્ષથી કમલેશભાઈ સોમાભાઈ પટેલ ( રહે.440, ઓમ નગર, ડીંડોલી, સુરત ) સેલ્સમેન તરીકે નોકરી કરે છે.

(6:04 pm IST)