Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

સુરત: વેપાર-ઉદ્યોગમાં મંદીના માહોલ હેઠળ ટ્રાન્સપોર્ટની ટોકન હળતાલ હોવા છતાં પણ સુરત સહીત રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કોઈ પણ પ્રકારની અસર જોવા ન મળી

સુરત: શહેરમાં અત્યારે વેપાર-ઉદ્યોગ જગતમાં મંદીના માહોલ અને સરકારની નીતિઓના વિરોધમાં ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે આજે એક દિવસની ટોકન સ્ટ્રાઇક પાટનગર કક્ષાએ આપી હતી. જો કે સુરત અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર આની કોઈ અસર જોવામાં આવી નહોતી.

સુરતના ટ્રાન્સપોર્ટર્સે પોતાના કામકાજ ચાલું રાખ્યાં હતાં. કામકાજ રોજની જેમ રુટીન હતું. ટ્રાન્સપોર્ટર્સ યુવરાજ દેશલેએ જણાવ્યું કે, ટોકન સ્ટ્રાઇક હોવાથી આની અસર નથી. નેશનલ લેવલે ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે એક દિવસની હડતાળની જાહેરાત કરી હતી અને આ અંગેની સુચના અગાઉથી સરકારને આપવામાં આવી હતી. સુરતમાં કામકાજ રાબેતા મુજબના રહ્યા છે. આમેય અત્યારે વેપાર ઓછો હોવાથી કામકાજો થોડાં ઓછાં થયાં છે એટલે તે મુજબ વાહનો નીકળી રહ્યાં છે. 

(6:03 pm IST)