Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

વડોદરામાં ધો 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પાછળ પડેલ વિકૃત માનસિકતા ધરાવતા યુવકે અશ્લીલ કરતા કરતા ચકચાર: કારેલીબાગ પોલીસે રંગે હાથે ધરપકડ કરી

વડોદરા: શહેરમાં ધોરણ ૧૦ની વિદ્યાર્થિનીની પાછળ પડેલા વિકૃત માનસિકતા ધરાવતા યુવકે તેની સાથે અશ્લિલ હરકત કરતાં કારેલીબાગ પોલીસે યુવકની ધરપકડ કરી છે.

રાવપુરા વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિનીની માતાએ પોલીસને કહ્યું છે કે,મારી પુત્રી ગઇકાલે સાંજે ટયુશન ક્લાસમાંથી પરત ફરતી હતી ત્યારે પડોશમાં રહેતા બહેને બૂમ પાડી આશિષે તમારી પુત્રીનો હાથ પકડયો હોવાની જાણ કરી હતી.

હું જ્યારે બહાર આવી ત્યારે મારી પુત્રી ગભરાયેલી હતી.તેણે કહ્યું હતું કે,આશિષ મારી પાછળ આવ્યો હતો અને ચોથે માળે મારી આગળ આવી અટકાવી હતી.તેણે મને બાથમાં ભીડી લઇ કીસ કરવાનો પ્રયાસ કરતાં મેં તેને ધક્કો માર્યો હતો.

(5:45 pm IST)