Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

અમદાવાદના નિકોલમાં મધ્ય રાત્રીએ જાહેરમાં રોડ તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવી યુવકને ભારે પડી: પોલીસે તલવાર સાથે કરી ધરપકડ

અમદાવાદ: શહેરના નિકોલમાં મોડી રાત્રે જાહેર રોડ પર તલવારથી બર્થડે કેક કાપી ઉજવણી કરનારા યુવકની નિકોલ પોલીસે ધરપકડ કરી છે. ચેનલમાં ન્યુઝ પ્રસારિત થતા પોલીસ હરકતમાં આવી હતી અને આરોપીને તેના ઘરેથી તલવાર સાથે ઝડપી લીધો હતો.

આ બનાવની વિગત મુજબ ૧૭ સપ્ટેમ્બરના રોજ નિકોલમાં ઉત્તમનગરમાં ઠાકોરવાસમાં રહેતા સુનિલ ઉર્ફે સુનિયો કે.ઠાકોરનો જન્મદિવસ હતો. આથી સુનિલ તેના મિત્રો સાથે નિકોલમાં ઉત્તમનગર વેરા પાસે જાહેર રોડ પર મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરવા આવ્યો હતો. રોડ પર જ તેણે તલવાર વડે કેક કાપી બર્થડે ઉજવ્યો હતો.

(5:45 pm IST)