Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

સુરતમાં ટ્રાફિક જાગૃતિ માટે કિન્નરો રસ્તામાં ઉતર્યા : હેલ્મેટ વગરના ફરતા વાહનચાલકોને ગુલાબ આપ્યાં

નિયમો પાળવા જીવનની સુરક્ષા માટે જરૂરી હોવાનું પણ કહ્યું

સુરતઃકેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલા મોટર વ્હિકલના નવા નિયમોના અમલીકરણ માટે ગુજરાત સરકારે સમય મર્યાદામાં વધારો કર્યો છે.લોકોમાં ટ્રાફિકના નવા કાયદાનું અને રોડ સેફ્ટીના નિયમો અંગે વાહનચાલકોમાં જાગૃતિ આવે તે હેતુથી સુરતમાં કિન્નરો રસ્તા પર ઉતર્યા હતાં. કિન્નરોએ હેલમેટ વગર ફરતાં લોકોને ગુલાબના ફૂલ આપીને ગાંધીગીરી કરી હતી. સાથે જ નિયમો પાળવા જીવનની સુરક્ષા માટે જરૂરી હોવાનું પણ કહ્યું હતું.

પાયલ કુંવર નામના કિન્નરે જણાવ્યું હતું કે, લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ આવે તે હેતુથી લોકોને ગુલાબના ફૂલ આપીને સંદેશો વહેતો કરવામાં આવ્યો છે. નિયમો પાળવાની સાથે આપણી પોતાની સુરક્ષા પણ મહત્વની છે. અગાઉ પર અમે કિન્નરો ટ્રાફિક જાગૃતિ માટે રસ્તા પર ઉતર્યા હતાં.કિન્નર સમાજ દ્વારા સામાજિક જાગૃતિને લઇને વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવ્યાં હતાં.

(2:03 pm IST)